ચારણ-ગઢવી અને દલિત સમાજની લાગણી દુભાવનાર ગીગાભાઈ ભમ્મર કોણ છે?? તળાજાના આ ગામના છે વતની..700 વીઘા
ચારણ સમાજની લાગણી દુભાવવા ગીગાભાઈ ભમ્મરની ચર્ચાઓ ચારો તરફ થઈ રહી છે. માત્ર ચારણ સમાજ નહી પરંતુ દલિત સમાજ વિશે પણ ગેર બંધારણીય શબ્દો બોલીને સમાજ અપમાન કર્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ગીગા ભમ્મર એ માંફી માંગવાનો પણ ઇનકાર કર્યો હતો કારણ કે તેમનું કહેવું હતું કે, જ્યારે હું બોલતો હતો ત્યારે સમાજના આગેવાનોએ મને કેમ ન ટોક્યો. બોલી ગયા પછી હું હવે માંફી નહી માંગુ તેવું કહેલું, તેમના પુત્ર એ માંફી માંગેલી પરંતુ ગીગા ભમ્મર એ ચારણ સમાજની માંફી માંગી નથી.
સૌ કોઈને મનમાં એજ સતત વિચાર આવતો હશે કે, તળાજા ખાતે આહીર સમાજનાં આયોજિત સમૂહ લગ્નમાં જાહેર મંચ પરથી મન ફાવે તેવું બોલનાર આખરે ગીગાભાઈ ભમ્મર છે કોણ? ચાલો અમે આપને તમામ માહીતિ જણાવીએ કે આખરે કોણ છે અને સમાજમાં તેમનું કેટલું વર્ચસ્વ છે અને તેઓ ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા છે અને સમાજમાં તેમનું પદ કેવું છે? આ તમામ માહિતી અમે આપણે આ બ્લોગના માધ્યમથી જણાવીશું અને આપના મનમાં ઉદ્ભવેલ તમામ વિચારોને અમે ઉજાગર કરીશું.
BBC ન્યુઝના અહેવાલ અનુસાર અમે આપનેક જણાવીએ કે આખરે ગીગાભાઈ ભમ્મર કોણ છે? પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગીગાભાઈ ભમ્મર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરી ગામના પ્રતિષ્ઠીત અને સુખી સંપન્ન ખેડૂત છે તેમજ તેઓ જિલ્લા અને તાલુકા પંચાયતમાં સભ્ય પણ હતા. તેમણે પોતે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, જ્યારે લોકોને રાજકારણની નહોતી ખબર ત્યારે તેઓ રાવણ હતા અને ડીએસપી પોતાની બદલી માટે તેમને રજૂઆતો કરતા.’
હાલમાં તેઓ સમાજિક કાર્ય સાથે જોડાયેલ છે અને રાજકારણથી તેઓ ઘણા સમયથી દૂર છે. સૌથી ખાસ વાત એ છે કે, જેસર વિસ્તારના આહિરોની બહુમતીવાળા ગામોમાં તેમની પ્રતિષ્ઠા છે તેમજ માર્કેટિંગ યાર્ડમાં પણ ભમ્મર પરિવારનું વર્ચસ્વ છે. સૌથી ખાસ વાત એ છે કે, સ્થાનિક અહેવાલો પ્રમાણે, ગીગાભાઈ 700 વીઘા જમીનના માલિક છે. તેઓ સુરતમાં વ્યવસાય ધરાવે છે અને મિલકત લે-વેચ ઉપરાંત ધીરધારના કામ સાથે પણ જોડાયેલા છે. સુરતમાં 27 વર્ષ સુધી રહેલા.આ અંગે તેઓ એ જાહેર મંચ પર ઉલ્લેખ કર્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.