Gujarat

ગાંધીનગર : પતિએ પત્નીના ગળા પર ગ્રાઈન્ડર મશીન ફેરવી કરપીણ હત્યા કરી નાખી અને પછી પોતાના ગળા પર પણ…

દેશ અનૈ દુનીયા મા હાલ સતત ગુનાહિત પ્રવૃતિઓ થઇ રહી છે , લુટ અને હત્યા ના બનાવો ખુબ જ વધી રહ્યા છે ત્યારે ગાંધીનગર ના દહેગામ માથી એક ખુબ હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે જેમા એક આડેધે પોતાની પત્ની નુ ગ્રાઈન્ડર થી ગળુ કાપી નાખી કરુણ મોત આપ્યુ હતુ જ્યારે બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો દહેગામના પાલૈયામાં રહેતા દિનેશભાઈ પ્રહલાદભાઈ ચૌહાણ અને તેમની પત્ની ગીતાબેન દિનેશભાઈ ચૌહાણ બે પુત્રો – એક પુત્રી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. દિનેશભાઈ પ્રહલાદભાઈ ચૌહાણલાઈટ ફિટિંગ તેમજ ખેતીનું કામ કરી ને ઘર ચલાવે છે.

જ્યારે હાલ પરીવાર લગ્ન મા ગયો હતો અને દીકરો પાર્લર પર ગયો હતો ત્યારે પતિ પત્ની વચ્ચે બોલાચાલી અને જઘડો થયેલ બન્ને વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પતિ દિનેશભાઈ ચૌહાણે પત્ની ના ગળા પર બે વાર ગ્રાઈન્ડર મશીન ફેરવી દેતા પત્ની ગીતાબેન નુ કમકમાટીભર્યુ મોત થયું હતુ. જ્યાર બાદ નાસીપાસ થયેલા દિનેશભાઈ એ પોતાના ગળે પણ ગ્રાઈન્ડર મશીન ફેરવી આપઘાત કરવા નો પ્રયાસ કર્યો હતો.

જ્યારે આ બાબત પડોશી ને ધ્યાન મા આવતા દિનેશભાઈ ને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ ના મારફતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેની હાલત ગંભિર જાણવા મળેલ છે જ્યારે આ ઘટના ની જાણ દહેગામ પોલીસ મથક મા થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ અંગે પીઆઈ ગોયલના જણાવ્યા અનુસાર આજે બપોરે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. ઘરે કોઈ હાજર ન હતું. એ દરમિયાન દિનેશે ગીતાબેનના ગળા પર ગ્રાઈન્ડર મશીન ફેરવી દઈ હત્યા કરી નાખી હતી. બાદમાં પોતાના ગળાના ભાગે પણ ગ્રાઈન્ડર મશીન ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં પરિવારજનોની પૂછપરછ ચાલી રહી છે.આ મામલે મૃતક મહિલાના પુત્ર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!