Gujarat

હચમચાવી દે તેવી ઘટના ! ડીવોર્સ કેસ મા સાથે રહેવા રાજી થયા બાદ પતિએ પત્નીનુ કોર્ટ પરીસરમા ગળુ કાપી હત્યા કરી નાખી..

હાલ ના સમય મા ગુનાહીત પ્રવૃતિઓ મા સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય હોય કે દેશ દરેક જગ્યાએ લુટ હત્યા ના બાનાવો રોજ બરોજ બની રહ્યા છે. ત્યારે હાલ એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમા એક દંપતી નો છુટાછેડા નો કેસ ચાલી રહ્યો હતો જેવા સાથે રહેવાસી સમજાવટ જઈ હતી જ્યાર બાદ ઘરે જવાને બદલે પતિ એ કોર્ટ પરીસર મા જ પત્ની નુ ગળુ કાપી મોત ને ઘાટ ઉતારી હતી.

જો આ ઘટના અંગે વિગતે વાત કરીએ તોકર્ણાટકના હાસન જિલ્લા મા શનિવારે આ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમા આરોપી એ પોનાની પત્ની ની કોર્ટ પરીસર મા હત્યા કરી હતી જ્યાર બાદ પોતાની દીકરી ની પણ હત્યા કરવાનો પ્રયાસ કરવામા આવ્યો પરંતુ હાજર લોકો એ તેને પકડી ને પોલીસ હવાલે કર્યો હતો.

આ ઘટના મા આરોપી શિવકુમાર અને તેની પત્ની ચૈત્રાના 7 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમને સંતાનમાં એક દીકરી પણ છે. હોલેનરસીપુરા ટાઉન કોર્ટ ખાતે તે બંનેના ડિવોર્સનો કેસ ચાલી રહ્યો હતો દિકરી ના ભવિષ્ય ને ધ્યાન મા રાખી જજ દ્વારા પતિ પત્ની બન્ને નુ એક કલાંક સમજાવટ કરી હતી અને કોર્ટમાં કાઉન્સેલિંગ બાદ બંને એકસાથે રહેવા માટે રાજી થઈ ગયા હતા. આરોપીએ પોતાની પત્ની અને દીકરીને સાથે લઈને ઘરે જવાનું હતું પરંતુ તે પહેલા જ તેણે પત્નીનો જીવ લઈ લીધો હતો.

ગંભીર રીતે ઘાયલ થયેલી ચૈત્રાએ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ દમ તોડ્યો હતો. પોલીસે આ મામલે આરોપી વિરૂદ્ધ કલમ 302 અંતર્ગત કેસ દાખલ કર્યો છે. ઉપરાંત પોલીસ તે કોર્ટ પરિસરમાં ધારદાર હથિયાર સાથે પ્રવેશ મેળવવામાં કઈ રીતે સફળ રહ્યો તેની પણ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!