લઠ્ઠાકાંડ બાદ દારૂની હેરાફેરીનો અનોખો કીમિયો! આ જગ્યાએ છુપાવ્યો આટલી કિંમતનો દારૂ કે પોલીસ ચોંકી ગઈ…
હાલમાં દિવસે ને દિવસે માત્રને માત્ર દારૂને લઈને અનેક બનાવો સામે આવી રહ્યા છે. સૌથી વધારે આ બનાવ એટલે બની રહ્યા છે કે, જ્યારથી લઠ્ઠાકાંડ બન્યો છે, ત્યારથી પોલીસ વધુ સજ્જ થયું છે અને દારૂબંધી માટે મહત્વના પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કુખ્યાત બુટલેગરોને પકડી પાડવામાં આવ્યા છે આજે તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ થઈ છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ એક્શનમોડમાં હોવાથી શહેરની દરેક પોલીસ વધુ કડક બની છે અને દરેક બુટલેગરોની તપાસ કરી રહી છે, આમ પણ વિદેશી દારીની હેરફેર માટે બુટલેગરો એવી તરકીબો અપનાવે છે કે આપણે સપનામાં પણ ન વિચારી શક્ય હોય. એવી એવી જગ્યાએ દારૂ સંતાળી રાખે છે કે, પોલીસ પણ આશ્ચયમાં મુકાઈ જાય છે. હાલમાં જ આવો એક બનાવ સામે આવ્યો છે.
વિદેશી દારૂની હેરાફેરીનો આનોખો કિસ્સો છોટાઉદેપુરમાં બન્યો છે. વાત જાણે એમ છે કે, નસવાડીમાં વિદેશી દારૂ ઝડપાયો છે. બુટલેગરોએ બાઇકની સીટ નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવી છે. જેમાં દમોલી રોડ પાસેથી વિદેશી દારૂ લઇ જતો બુટલેગર ઝડપાયો છે. તેમાં બાઇક, મોબાઇલ, વિદેશી દારૂની 24 બોટલ સાથે રૂ.356700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.