શિયાળા મા ફરવા જવાનું વિચારતા હોય તો ગુજરાત ની આ ચાર જગ્યા છે બેસ્ટ ! જોઈ લો લીસ્ટ અને ઉઠાવો કુદરતી સૌંદર્ય ..
હાલમાં ડિસેમ્બરના માહોલ છે, ત્યારે ક્રિસમસ છેની રજાઓ માણવા માટે સહ પરિવાર સાથે ગુજરાતના આ યાદગાર સ્થળોની જરૂર મુલાકાત લેજો. ખરેખર આ સ્થળો તમારા વેકેશનને યાદગાર બનાવી દેશે. આપણે જાણીએ છે કે, ગુજરાતમાં અનેક સુંદર અને નયનરમ્ય સ્થળો આવેલા છે અને આ તમામ જગ્યાઓ તમારું મન મોહી લેશે. ખરેખર એક રીતે જોઈએ તો આ તમામ સ્થળો ગુજરાતમાં હોવા છતાં પણ તમને એવું લાગશે કે તમે વિદેશમાં પહોંચી ગયા છો.
જો તમે કુદરત પ્રેમી છો તો તમારે સાપુતારાની મુલાકાત જરૂરથી લેવી જોઈએ. સાપુતારામાં રોકાવા માટે અનેક હોટલો અને ગેસ્ટ હાઉસની સુવિધા છે. સાપુતારામાં તાપમાનનો પારો કદી 30 ડિગ્રીની ઉપર નથી જતો. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે. ઉપરાંત અહી પહાડીઓ પરથી સનસેટ અને સનરાઈઝ પોઇન્ટનો લ્હાવો પણ માણી શકાય છે. સાપુતારાથી થોડે દૂર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે.
જો તમને દરિયા કિનારો ગમતો હોય તો તમારે દરિયાઇ જીવોને મળવા માટે પીરોટન બેટની મુલાકાત લેવી જોઈએ.પરવાળાના ટાપુની આસપાસ અદભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત મેન્ગ્રોવના જંગલ છે. શિયાળા દરમ્યાન ખાસ મુલાકાતે લેવી જોઉએ. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ સંરક્ષિત હોવાને કારણે તથા ભારતની મુખ્ય ભૂમિથી દૂર સમુદ્રમાં હોવાને લીધે પીરોટનની મુલાકાતે જવા મટે ઘણા પ્રકારની પરવાનગી મેળવવાની આવશ્યકતા રહેલી છે. ભારતીય નાગરીકો માટે વન વિભાગ, કસ્ટમ્સ વિભાગ અને બંદર ખાતાની પરવાનગી જરૂરી છે.
જો તમને પક્ષીઓ પ્રત્યે પ્રેમ છે તો દેશ વિદેશન પક્ષીઓને નિહાળવવા માટે તમારે નળ સરોવરની મુલાકાત લેવી જોઈએ. નળ સરોવરમાં એક શાંત માર્શલેન્ડ છે જેમાં 36 નાના ટાપુઓ આવેલાં છે. નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. 200થી વધુ પ્રકારના પક્ષીઓ મુખ્યત્વે આ તળાવમાં વસે છે અને અહીં સાઇબેરીયાથી પક્ષીઓ પણ આવે છે. નળ સરોવરમાં ગુલાબી પેલિકન, ફ્લેમિંગો, ક્રેક્સ, હર્ન્સ, સફેદ સ્ટોર્ક સહિતના વિવિધ જાતના પક્ષીઓ જોવા મળશે. શિયાળા દરમિયાન આ સ્થળની મુલાકાત લે છે.
ગુજરાતની ધરતી પરનું સ્વર્ગ એટલે કચ્છ! એમાં પણ કચ્છનું સફેદ રણ એટલે સ્વર્ગની અનુભૂતિ. ખરેખર આપણે સૌ કોઇ જાણીએ છે કે શિયાળામાં કચ્છનું સફેદ રણ જમીન પરનો ચન્દ્ર લાગે છે. શિયાળામાં રણોત્સવનું આયીજન થાય છે. કચ્છની પરંપરાગત-કલાત્મક વસ્તુઓ પણ મળે છે. કચ્છનું સફેદ રણ માત્ર ગુજરાત જ નહી પરંતુ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ક્ષારના કારણે રણની રેતીનો ભુખરો રંગ સફેદ થઇ જાય છે. અને ધરતીએ જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવું દ્રશ્યમાન થાય છે.