વાતાવરણ મા મોટો ફેરફાર 23 જાન્યુઆરી થી ગુજરાત ના વિસ્તાર મા ઠંડી ..
હાલમાં વાતાવરણમાં ખૂબ જ ફેરફાર જોવા મળે છે. આજે ગુજરાતનાં અનેક શહેરોમાં સવાર નાં પહોરમાં ઝાકળ છવાઇ ગઈ હતી. ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે હવામાન વિભાગ દ્વારા શુ આગાહી કરવામાં આવી છે તે આપણે જાણીશું. હાલમાં જ આપણે જાણીએ છે કે છેલ્લા ઘણા સમય થી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જ્યારે માવઠાની આગાહી કરવામાં આવી છે.
ત્યારે હવામાન વિભાગ ફરી એક વખત મહત્વની આગાહી કરવામાં આવી હતી. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું તેમજ અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી વધુ રહેશે. અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડીગ્રી નીચે જવાની શક્યતા છે. આજે અમદાવાદમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. ત્રણ દિવસો ઠંડીનો પારો 7થી 8 ડીગ્રી પહોંચવાની શક્યતા હોવાથી રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે છે.
ગુજરાતમાં આગામી 48 કલાક બાદ લઘુતમ તાપમાનમાં 3થી 5 ડીગ્રીનો 3 દિવસ સુધી ઘટાડો થતાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ શકે છે.હવામાન વિભાગ દ્વાર કરવામાં આવેલી આગાહી અનુસાર, શુક્રવારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર-શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૃચ, સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. માવઠાની અસર ઓછી થતાં જ રાજ્યમાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થાય એવી સંભાવના છે.
ઠંડીનું પ્રમાણ વધે એ પહેલાં જ ઉત્તર ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું બન્યું હતું, જેને કારણે 5 પૈકી 4 શહેરમાં ઠંડીનું પ્રમાણ પોણા 2 ડીગ્રી સુધી ઘટ્યું હતું. જોકે બપોરના સમયે વાતાવરણ ફરી એકવાર સામાન્ય થયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે આગામી 48 કલાક સુધી ઉત્તર ગુજરાત વાદળછાયું રહી શકે છે. આ દરમિયાન શુક્રવારે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની શક્યતા છે.
