વાવાઝોડા સાથે માત્ર પવન જ નહી વરસાદ પણ અતિભારે વરસાદ પણ આવશે ! જાણો ગુજરાત ના કયા કયા જિલ્લાઓ મા.
વાવાઝોડા સાથે માત્ર પવન જ નહી વરસાદ પણ અતિભારે વરસાદ પણ આવશે ! જાણો ગુજરાત ના કયા કયા જિલ્લાઓમાં થશે તે અંગે વિગતવાર જણાવીએ. બીપોરજોય વાવાઝોડું ગુજરાતની વધુ નજીક પહોંચી રહ્યું છે. આ વાવાઝોડું પ્રતિકલાક 6 કિમીની ઝડપે આગળ વધવા સાથે પોરબંદરથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ 580 કિમી દૂર કેન્દ્રિત હતું.
હાલમાં વાવાઝોડું દરિયામાં પ્રચંડ રૂપ ધારણ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે. ત્યારે વાવાઝોડાની સ્થિતિને લઈને તેના લેન્ડફોલ થવા સુધીનું હવામાન વિભાગે મીડિયાને મહત્વની જાણકારી આપી છે. આગામી 14 અને 15 તારીખે દરિયો વધુ મૂવમેન્ટ જોવા મળશે. જેના કારણે ભારેથી વરસાદ પડી શકે છ કચ્છ, દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાવેશ થાય છે.
જ્યારે મોરબી, રાજકોટ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાશે સૌથી વધારે કચ્છ, દ્વારકા, જામનગર અને મોરબીમાં લેન્ડફોલ દેખાશે.લેન્ડફોલ બાદ પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
લેન્ડફોલ દરમિયાન 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને લેન્ડફોલ બાદ તેની સ્પીડમાં 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વાવાઝોડાની ઉત્તર તરફ આગળ વધવાની મૂવમેન્ટ 14 જૂન સવાર સુધી રહેશે. તે નોર્થ-ઈસ્ટ તરફ આગળ વધવાની શક્યતા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.