જાદુગર ની જેમ બે મહીલાઓ એ સોની ની દુકાન મા લાખો રુપીઆ ની 10 જોડી બુટ્ટી ચોંરી લીધી ! વિડીઓ જોઈ હક્કા બકકા રહી જશો…જુઓ વિડીઓ
ચોરીના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે હાલમાં જ એક એવો બનાવ બન્યો કે, જાણીને તમે ચોકી જશો. પુરુષો તો થિક પણ ચોરીના મામલામાં મહિલાઓ પણ સવાઇ નીકળે છે. હાલમાં જ મોરબીમાં મહિલાની ટોળક ચોરી કરવામાં સક્રિય થઈ ગઈ છે. મોરબીમાં એક સોનીને ત્યાં દાગીના લેવાના બહાને ગયેલી મહિલાઓએ વેપારીની નજર ચૂકવીને 2.50 લાખના દાગીના ચોરી કરી લીધા હતાં. પોલીસે આ ઘટનામાં cctvને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,મોરબીમાં સોની બજારમાં સ્થિત એક જ્વેલર્સમાં દાગીના ખરીદવાના બહાને આવેલી બે મહિલાઓ વેપારીની નજર ચૂકવીને અઢી લાખની કિંમતની સોનાની 10 જોડી બુટ્ટીઓનું બોક્સ સેરવીને ફરાર થઈ ગઈ હતી. વેપારી હાર્દિક રવેશિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 15 જાન્યુઆરીના રોજ તેઓ અને તેમના કાકા અલ્કેશ રવેશિયા અંબાજી જવેલર્સ નામની દુકાને હતા. ત્યારે બપોરે બે મહિલા ગ્રાહક તરીકે આવી હતી અને બુટી લેવાનું કહેતા મારા કાકાએ મહિલાઓને સોનાની બૂટી બતાવી હતી.
આ મહિલાઓએ બુટી જોઈને ત્યાંથી ચાલતી પકડી હતી પણ ખરીદી નહોતી કરી. મહિલાઓના ગયા બાદ હાર્દિક અને તેના કાકાએ જોતાં ટેબલ નજીક મુકેલું સોનાની બુટીનું બોક્ષ ગાયબ હતું. તે બોક્સમાં અઢીલાખ રૂપિયાની કિંમતની 44.960 ગ્રામની 10 જોડી બૂટી હતી. સોનાની બૂટીઓથી ભરેલું બોક્ષ જોવા ન મળતાં વેપારીએ દુકાનમાં લગાવેલા CCTV કેમેરા ચેક કર્યા હતાં.
વીડિયોમાં જોઈ શકાય છે કે, કઇ રીતે બે મહિલાઓ કાકાની નજર ચૂકવીને સોનાની બૂટી ભરેલું બોક્ષ બેગમાં સરકાવી રહી હોય તે સાફ દેખાઈ આવ્યું હતું. ત્યારબાદ તેઓ સોની બજારમાં મહિલાઓને શોધવા માટે નીકળ્યાં હતા. પરંતુ તેઓ મળી આવી ન હતી. પોલીસે બે અજાણી મહિલાઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી તેમજ દુકાનમાં લગાવેલા CCTV કેમેરાને આધારે વધુ તપાસ હાથ ધરી છે.