પેટલાદ: મહિલા ના પેટ માથી ડોક્ટર એ ઓપરેશન કરી એવી વસ્તુ કાઢી કે જોઈ તમારી આંખો ફાટી જશે…3.31 કીલો ની.
આપણે જાણીએ છે કે, અનેકવાર પેટને સર્જરીને લગતા એવા કિસ્સાઓ આમે આવ્યા છે કે આપણે વિચારી પણ ન શકીએ. હાલમાં જ પેટલાદસિવિલ હોસ્પિટલ ખાતે પેટના ભારે દુઃખાવાથી પીડાતી 50 વર્ષીય મહિલાના પેટમાંથી એવી વસ્તુ નીકળી કે જાણીને તમે પણ ચોંકી જશો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પેટલાદની આ મહિલાને પેઢાના ભાગે દુઃખાવાની ફરિયાદ થતાં ગેસ કબજિયાતની સમસ્યા સમજીને પરિસ્થિતીને ધ્યાનમાં લીધી ન હતી. દુખાવો થવાના કારણે ખાનગી હોસ્પિટલ સારવાર મેળવી હતી. પરંતુ સંતોષ ન થતાં આખરે પેટલાદ સિવિલ હોસ્પિટલના ગાયનેક પાસે સારવાર માટે ગયા.
સોનોગ્રાફી સહિતના રીપોર્ટ કરાવતાં અંડાશયની ગાંઠ હોવાનું માલુમ પડયું હતું. ગાંઠ અંડાશય થી શરૂ કરીને નાભીના ભાગ સુધી પ્રસરેલી હતી. આ ગાંઠ કેન્સરની છે કે નહીં તે જાણવા માટે રીપોર્ટની પણ તપાસ કરાવી હતી.આ ગાંઠ કેન્સરની નહીં હોવાનું જાણવા મળ્યું હતું
. અા ગાંઠને જટલ સર્જરી થકી બહાર કઢાઇ હતી. જેનું વજન આશરે 3.31 કિગ્રા 15×18,2×17.08 સેમી છે.આ ગાંઠ 10 થી 15 ટકા જોવા મળે છે.5 થી 10 ટકા કેસમાં જો સમયસર સારવાર કરવામાં ન આવે તો કેન્સર જેવું ગંભીર રીત ધારણ કરે છે.
ગાયનેક વિભાગને અને એનેસ્થેસ્ટીક ડો ગીરીશ કાપડિયાના સહયોગથી આ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડીને ગાંઠનું યોગ્ય નિદાન કર્યું હતું. અંડાશય સહિતની અન્ય પ્રકારની ગાંઠના ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરાવે તો તોતીંગ ખર્ચ થાય છે. ત્યારે આ પ્રકારની ગાંઠથી પીડાતા દર્દીઓ સિવિલ હોસ્પિટલ પેટલાદમાં આયુષ્યમાન હેઠળ મફત ઓપરેશન થાય છે.
