નડીયાદ ના 82 વર્ષના બા કરે છે ટેરાકોટા અને સિરામિક બિઝનેસ ! 40 લોકો ને રોજગાર આપે અને દેશ વિદેશ મા…
ઉંમર તો માત્ર એક આંકડો છે પરંતુ મન મક્કમ હોય તો મેરુ પર્વત ચડી શકાય. આપણે જાણીએ છે કે, ગુજરતી ધંધાદારીમાં આગવી ઓળખ ધરાવે છે. માત્ર પુરષો જ નહીં પણ મહિલા પણ ધંધાદારીમાં આગવું સ્થાન ધરાવે છે. આજે આપણે એક 82 વર્ષના વૃદ્ધ મહિલા વિશે વાત કરીશું જે આજે વૃદ્ધાવસ્થામાં ભગવાનનું નામ લેવાની ઉંમરના બિઝનેસ કરે છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી આપીએ.
કણજરી ગામના ઈન્દિરાબેન82 વર્ષ થયા છે છતાં પણ આજે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરે છે કારણ કે તેમને એટલો આનંદ આવે છે, જેટલો જુવાનીના વર્ષોમાં આવતો હતો. ઇન્દિરા બહેન માને છે કેઝ પ્રવૃત્તિશીલ રહેવાથી આપણી માનસિક અને શરીરીક સ્વસ્થતા સારી રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ઇન્દિરા બહેન નડિયાદના ટેરાકોટા અને સિરામિક દુનિયામાં આગવુ નામ ધરાવે છે.
40 વર્ષ પહેલા શરૂ કરેલી એક નાની પ્રવૃત્તિ આજે એક સુંદર વિશાળ “માંગલ્ય હેન્ડીક્રાફ્ટ” તરીકે ઓળખાય છે.
તેમના પતિએ બનારસ યુનિવર્સિટીમાંથી સીરામીક એન્જીનીયર થયા છે, ટેકનીકલ જ્ઞાન અને તેમની દીકરીઓ પારૂલ તથા ચૌલા જે ક્રીએટીવીટીની સૂઝ સાથે અત્યારના જમાના પ્રમાણે કલાને લોકો સુધી પહોંચાડે છે. માતા-દીકરીની ટીમવર્ક રંગ લાવ્યુ છે. બંને દિકરીના સહયોગથી આ કલા ભારત સહિત અમેરીકા, લંડન, નૈરોબી જેવા દેશોમાં પણ પહોંચી છે.
અમદાવાદ તથા વડોદરાની વચ્ચે આવેલ નડિયાદ તાલુકાના કણજરી ગામમાં “માંગલ્ય” નામનો સ્ટુડિયો છે. શરૂઆતમાં 2-3 કારીગરો હતા. હવે “માંગલ્ય” માં 35થી 40 કારીગરો ખૂબ લગનથી કામ કરી રહ્યા છે. એક ફલાવરવાઝથી શરૂ કરેલી યાત્રામાં અત્યારે 500થી 600 અલગ-અલગ કલાના નમૂના છે. 6 ઇંચથી માંડીને 6 ફુટ સુધીની કલાકૃતિ બનાવી છે. માટીની તાકાતથી ટેરાકોટા, સ્ટોનવેરમાં પોટ્સ, પ્લાન્ટસ, સ્ટેચ્યુ, મ્યુરલ્સ અનેક કલાકૃતિ બને છે.
ઈન્દિરાબહેન માટે માંગલ્ય એક સ્ટુડિયો નહીં પણ કલાનું કુટુંબ છે. જેમાં અમે કારીગરોના બાળકોને ભણતર અને વ્યક્તિગત પ્રશ્નોનું પણ અમે ધ્યાન રાખવામાં આવે છે. કણજરી ગામમાં જ ફાર્મ હાઉસમાં, કુદરતના ખોળામાં સ્ટુડિયો છે. બી.એ.માં ગોલ્ડ મેડાલીસ્ટ છે તથા સરકાર તરફથી માટી કામમાં પણ એવોર્ડ મળેલ છે.
ઇન્દિરા બહેન ફેક્ટરીમાંથી ફેકાયેલા કચરામાંથી એક ફલાવરવાઝ બનાવ્યું અને ત્રીસ વર્ષ અગાઉ નાનકડો ફલાવરવાઝ તૈયાર કરેલો. એ બાદ બે-ત્રણ નાની-મોટી કૃતિ સિરામિકમાંથી બનાવી હતી. મિત્રોને ભેટ આપી. એ લોકોને પસંદ પણ પડી. તેઓએ એ સમયે એવો વિચાર પણ નહોતો કર્યો કે આ ટાઇમપાસ પ્રવૃત્તિ ક્યારેક કુલટાઇમ પ્રવૃત્તિ બની જશે ઇન્દિરા બહેનને સાબિત કરી બતાવ્યું કે, દરેક સ્ત્રીમાં કોઇ ને કોઇ આવડત રહેલી છે. ઘેરબેઠાં ઘર અને ઘરને સંભાળવાથી વધારે પણ પોતાની એક અલગ દુનિયા છે એવું દરેક સ્ત્રીએ સમજી લેવાનું છે.