જે મહીલાને લોકો ગાંમડા ની અભણ સમજતા હતા જયારે તેની સાચી હકીકત સામે આવી તો સૌ કોઈ ચકીત થય ગયા
આજના સમયમાં દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ સૌથી આગળ વધી રહી છે, ત્યારે આજે અમે આપને એક એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે મહીલાને લોકો ગાંમડા ની અભણ સમજતા હતા જયારે તેની સાચી હકીકત સામે આવી તો સૌ કોઈ ચોંકી ગયા હતા. ખરેખર આ મહિલાની કામગીરી અને તેને જે કરી બતાવ્યું એ દરેક લોકો માટે સરળ નથી. ભાગ્યે જ કોઈ વ્યક્તિ આવું કાર્ય કરી શકે છે.
આજે આપણે એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેઓ રાજસ્થાનના શ્રીમોધાપુર ની રહેવાસી છે. આ મહિલાનો વેશભૂષા જોઈને કોઈપણ વ્યક્તિ તેને ગામડાની અને અભણ સમજતા હતા.પરતું તમને જાણીને નવાઈ લાગશે કે, આ મહિલા આઈએએસ ઓફિસર છે.જેનું નામ મોનીકા યાદવ છે અને તે એક સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન હોવા છતાં પણ શ્રેષ્ઠ કામગીરીની ફરજ બજાવે છે અને સાદગી ભર્યું જીવન જીવે છ
મોનીકા એ 2014માં આઈ.એ.એસ ની પરીક્ષા પાસ કરી હતી અને ત્યારથી જ પોતાનું જીવન દેશની સેવા માટે સમર્પિત કર્યું છે. હાલમાં જ તેંમની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, ત્યારે તેમાં તેમને સાડી પહેરી છે અને ખોળામાં એક નાનું બાળક પણ છે. આ ફોટો જોઈને કોઈપણ નહિ ઓળખી શકે કે, આ એક આઈ.એ.એસ મહિલા અધિકારી છે.
. આ જ તો આ મહિલાના ઉમદા ગુણ છે કે, તેમનામાં નિખાલસતા અને સાદગી છલકાઈ ને આવે છે. આટલા ઉચ્ચ પદે હોવા છતાં ઘરમાં તો સાદગી રીતે સામાન્ય ગૃહણી ની રીતે જ જીવે છે.મોનીકા આઈએએસ મહિલા અધિકારી હોવાને લીધે સાથે સાથ પોતાની સંસ્કૃતિને જાળવી રાખી છે.ખરેખર આ જ તો એક સંસ્કાર છે કે, તમે તમારા સંસ્કાર ને ક્યારેય ન ભૂલો ગમે તેવા દેશ કે ઉચ્ચ પદે બિરાજમાન હો તો અભિમાન ન આવું જોઈએ.
મોનીકા સુશીલ યાદવ સાથે લગ્ન કર્યા અને તેમના થકી તેમને ત્યાં એક દીકરી નો જન્મ થયેલ અને આ જ દીકરી તેમના ફોટોમાં દેખાઈ રહી છે. મોનીકા એક પત્ની,વહુ, માતા અને આઈ.એ.એસ તરીકે ની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે. ત્યારે ખરેખર આ એક ગર્વ અનુભવવા ની વાત છે. આજે દરેક ક્ષેત્રમાં પુરુષો થી આગળ સ્ત્રીઓ મોખરે છે.