અમદાવાદની પરિણીત મહીલા ને સોસીયલ મિડીઆ પર મિત્રતા કરવી ભારે પડી ! ફોટા ના આધારે યુવકે અને તેના મિત્રએ…
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે, જેના દ્વારા અનેક પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય છે, એવા અનેક પ્રકારના કિસ્સાઓ બહાર આવ્યા છે. હાલમાંઅમદાવાદની પરિણીત મહીલા ને સોસીયલ મિડીઆ પર મિત્રતા કરવી ભારે પડી ! ફોટા ના આધારે યુવકે અને તેના મિત્રએ જે તેની સાથે કર્યું છે, એ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે. આ ઘટના દરેક યુવતીઓ અને મહિલા તેમજ યુવાનો માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો છે.
હાલમાં જ દિવ્યભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, પરિણીત મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમ થી એક યુવક સાથે મિત્રતા થઈ. બનાવ એવો બન્યો કે, મહિલાએ જે યુવક સાથે મિત્રતા કરી તે યુવકે મહિલા સાથે ફોટા પાડીને બ્લેક મેલ કરીને મહિલાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં હદ ત્યારે વટી ગઈ જ્યારે યુવાનના મિત્ર એ પણ મહિલા સાથે બિભત્સ માંગણી કરવાનું શરૂ કર્યું.
બંને યુવકોનો શારીરિક ત્રાસ વધતા આખરે મહિલા એ હિંમતભેર સાથે આ ઘટના અંગ પોલીસ સ્ટેશનમાં બંને યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. હવે આ ઘટના અંગે થોડી વધુ વિગત જાણીએ કે આખરે એ યુવક સાથે આટલી નિકટતા કંઈ રીતે આવી. મહિલા દ્વારા જાણવા મળ્યું કે, શહેરના વાડજ વિસ્તારમાં રહેતી માહિલાને ત્રણ વર્ષ અગાઉ તેની સોસાયટીના યુવક પાર્થ પંચાલ સાથે મિત્રતા થઈ હતી.
જ્યાર થી બંનેની મિત્રતા થઈ ત્યારબાદ આરોપી યુવક
મહિલાને મળવાનું કહેતો. પરંતુ મહિલા મળવાનું ટાળતી હતી. પાર્થે મહિલા સાથે ફોટો પાડ્યો હતો તેના દ્વારા તે મહિલાને બ્લેક મેલ કરીને ગેસ્ટ હાઉસમાં બોલાવતો હતો અને અહીંયા તે મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આ ઘટનાના પણ તેના પણ ફોટા લઈ લીધા હતા.આ તકનો લાભ લઈને યુવક એ ગાંધીનગર અને અન્ય જગ્યાએ દુષ્કર્મ કર્યું હતું.
આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પાર્થના અન્ય મિત્ર કિશન ચૌહાણે પણ મહિલાને તેના બીભત્સ ફોટા બતાવ્યા હતા અને મહિલા પાસે બીભત્સ માંગણી કરી હતી. આમ પાર્થ બાદ કિશન પણ મહિલાને ત્રાસ આપીને બીભત્સ માંગણી કરી રહ્યો હતો. પાર્થ અને કિશનથી કંટાળીને મહિલાએ તમામ ઘટના અંગે પતિને જાણ કરી હતી ત્યારે પતિએ હિંમત આપતા મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ તથા છેડતી સહિતની કલમો અંગે બંને યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.