Gujarat

ગુજરાત ના આ ગામ મા ક્યારેય સરપંચ ની ચુંટણી નથી થઈ ! સતત છ ટર્મ થી મહીલા ઓ શાશન ની ધુરા સંભાળશે.

હાલમાં જ્યાં જુઓ ત્યાં સરપંચની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે અમે આપને એક એવા ગામ વિશે વાત કરીશું જેના વિશે તમે ક્યારેય સાંભળ્યુ પણ નહીં હોય.
ગુજરાત ના આ ગામ મા ક્યારેય સરપંચ ની ચુંટણી નથી થઈ ! સતત છ ટર્મ થી મહીલા ઓ શાસન ની ધુરા સંભાળે છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ ગામમાં શા માટે સરપંચની ચૂંટણી શા માટે યોજવામાં નથી આવતી અને ક્યાં કારણે મહિલાઓ આ ગામની ધુરા સંભાળે છે. આમ પણ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલા આગળ છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની 19 ડીસેમ્બરે ચૂંટણી થશે. હવે ગુજરાતનાં કેટલાક ગ્રામ પંચાયત એવી પણ છે કે જે સમરસ બની છે. આજ આપણે વાત ગીર સોમનાથના આદર્શન ગામ બાદલપરાની વાત કરીશું જ્યા આઝાદી મળ્યા પછી ચૂંટણી જ નથી થઈ. આગામમાં મહિલા અનામત ના હોવા છતા છેલ્લી પાંચ ટર્મથી મહિલા સમરસ ગ્રામ પંચાયત બની રહી છે. આ ગામમાં ભલે કોઈ સરપંચ ન હોય પણ મહિલા દ્વારા જે વિકાસ કરવામાં આવ્યો તે બીજા કોઈ ગામમાં નહિ હોય.
મહિલા સમરસ થયા બાદ આ વખતે છઠ્ઠી ટર્મ પણ ગામમાં મહિલા સમરસ બોડી બનશે.ગ્રામ પંચાયતની ચૂંટણી આવતા ગામલોકો હળીમળીને ગામના સરપંચ અને બોડી નક્કી કરી લે છે. વર્ષોથી ચાલી આવતો સિલસિલો આજે પણ યથાવત છે. આ ચૂંટણીમાં પણ ગ્રામ પંચાયત સમરસ બનાવવાનો નિર્ણય લેવાયો છે.બાદલપરા ગ્રામ પંચાયતનો સંપૂર્ણ વહીવટ છેલ્લી પાંચ ટર્મથી મહિલાઓના હાથમાં છે.

આ ગામના લોકોએ મહિલાઓ પર જે વિશ્વાસ મુક્યો છે એને પરિપૂર્ણ કરી બતાવ્યો છે. ગામમાં ઘરે ઘરે નળથી 24 કલાક પાણી મળે છે. સુરક્ષા માટે ગામના રસ્તાઓ અને ચોકમાં CCTV કેમેરા ફીટ કરવામા આવ્યા છે. ગામના તમામ વિસ્તારમાં લોકોને જરુરી સૂચના મળી રહે તે માટે માઈક સિસ્ટમ પણ ફીટ કરવામા આવેલી છે. સંપૂર્ણ શાસન દરમિયાન ગ્રામ પંચાયત અનેક એવોર્ડ પણ જીતી ચૂકી છે.બાદલપરા ગામમાં આ વખતે અનુસૂચિત અનામત હોય જેથી ગામના અનુસૂચિત સમુદાયમાંથી કાન્તાબેન તનસુખભાઈ વાળાની સરપંચ તેમજ અન્ય તમામ મહિલા સદસ્યોની બિનહરીફ વરણી સાથે છઠી ટર્મ પણ સમરસ મહિલા બોડી બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!