ચોથા માળે રેલીંગ પર લટકીને મહિલા સાફ સફાઈ કરતી હોઈને તમારું કાળજું કંપી ઉઠશે..
જે ઘરમાં સ્ત્રી હોય તે ઘર મંદિર જેવું સ્વસ્થ અને સુંદર હોય છે, આમ પણ કહેવાય છે ને કે, એક મકાન ઘર ત્યારે જ બને છે,જ્યારે તેમાં લક્ષ્મીરૂપી સ્ત્રી પોતાના પગલાં પાડે છે. આપણે જાણીએ છે કે, આજના સમયમાં સ્ત્રીઓનું અતિ મહત્વ દરેક ક્ષેત્રમાં છે અને સ્ત્રી ધારે એ કંઈ પણ કરી શકે છે. હાલમાં જ એક આવી ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે એક મહિલાના કાર્યને જોઈને તેના વખાણ કરવાની ઈચ્છા થશે અને તેને મૂર્ખ પણ કહેશો. આ વિડીયો દરેક લોકો માટે ચેતવણી રૂપ સમાન બની ગયો છે. આ વિડીયોમાં થી સકારત્મક અને નકારત્મક વાતો શીખવા મળે છે.
આપણે જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં એવી ઘણી ઘટનાઓ વાયરલ થતી હોય છે, જે ખુબ જ ચોંકવનાર અને અવિશ્વનીય હોય છે, હાલમાં એક વિડીયો વાયરલ થયો છે આ જોઈને તમને એમ જ થાય કે, સ્ત્રીઓ કઈ પણ કરી શકે છેચોથા માળની રેલિંગ પર લટકીને બારી સાફ કરતી જોવા મળી એક મહિલા અને આ ગાઝિયાબાદનાનો છે. તમે જોઈ શકશો કે કંઈ રીતે મહિલા પોતાનો જીવ જોખમમાં મૂકીને બારીઓ સાફ કરી રહી છે.
આપણે જાણીએ છે કે, દર વર્ષે ગુજરાતમાં જ્યારે દિવાળી નજીક આવે છે. ત્યારે મહિલાઓ ઘરની સાફ સફાઈ કરતી વખતે પોતાનો જીવ ગુમાવે છે, લાપરવાહીને કારણે મહીલાઓ પોતાનો જીવ જોખમમાં મૂકે છે. ઘર ની સફાઈ જરૂરી છે પણ આવી રીતે પોતાના જીવને જોખમમાં મૂકીને સફાઈ કરવી એ મૂર્ખામી ભર્યું કામ કહેવાય. આ મહિલા હિંમતભેર સાથે પોતાના જીવને દાવ પર મૂકીને સફાઈ કરવામાં વ્યસ્ત થઇ ગઈ છે.
આ વિડ્યો દરેક મહિલા માટે ચેતવણી રૂપ સમાન છે, ક્યારેક પણ પોતના જીવને જોખમમાં મૂકીને આવી રીતે સફાઈ કરવી એ ગંભીર પરિણામ લાવી શકે છે. આ આ વિડ્યો જ્યાર થી સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે, ત્યાર થી દરેક વ્યક્તિઓ પોતાના મંતવ્યો આપી રહ્યાં છે, કોઈ સ્ત્રીના વખાણ કરી રહ્યું છે તો કોઈ સ્ત્રીની ટીકા કરી રહ્યા છે, આ તો મહિલા ના નસીબ સારા હતા કે મહિલા સાથે કોઈ ઘટના ન ઘટી નહીંતર જીવ ગુમાવતા વાર ન લાગે.