Gujarat

રાજકોટ મા પિતા પુત્ર ની જોડી કે સાવ ઓછા ખર્ચે બનાવી આલીશાન વિન્ટેજ કાર ! રોડ પર નીકળે ત્યારે લોકો જોતા જ રહી જાય…જુઓ વિડીઓ

આજના સમયમાં દરેક વ્યક્તિ નવીત્તમ શોધ કરી રહ્યો છે. કહેવાય છેને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હવે સમય એવો આવ્યો છે કે લોકોને જૂની વસ્તુઓને ફરી પસંદ કરી રહ્યા છે. હાલમાં જ એક બાપ-દીકરાની જોડીએ એક અનોખી વિન્ટેજ કાર બનાવી છે. જૂની અને આધુનિક ટેકનોલોજી સાથે આ બાપ દીકરાએ સાવ નજીવા ખર્ચે આ કાર બનાવી છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ કાર બનાવવાનો વિચાર શા માટે આવ્યો.

રાજકોટનાં  પિતા-પુત્રએ ‘પ્રેસ્ટીજ ગોલ્ફ’ નામની ગુજરાતની સૌપ્રથમ વિન્ટેજ ઈ-કાર બનાવી અનોખો રેકોર્ડ સર્જ્યો છે. આ કાર જોતા જ કોઈને પણ ગમી જાય એવી આલીશાન અને આકર્ષક છે અને સૌથી ખાસ વાત એ છે કે, ઈ-કાર હોવાથી તેમાં આરટીઓ પાસિંગની પણ જરૂર નથી

. પ્રેસ્ટીજ ગોલ્ફ ‘ કાર ભાવિક ચૌહાણ અને તેમના પિતાએ બનાવી છે. આ કાર બનાવવાનો વિચાર તેમના પપ્પાને આવ્યો હતો. સૌથી ખાસ વાત એ છે કે તેમનુ 20 વર્ષથી સપનું હતું પણ રૂપિયાની સગવડ નહીં હોવાથી સપનું પૂરું ન થયું.

આ કાર માત્ર 5 યુનિટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 80કિલોમીટર ચાલવા માટે તૈયાર થઈ જાય છે.જો તમે પણ આ કાર ખરીદવાનું ઇચ્છતા હોય તો તમને જણાવી દઈએ કે આ કારની કિંમત રૂ. 3.50 લાખ છે.વિન્ટેજ કાર બનાવવાનું કારણ છે કે, હાલ રસ્તા પર વિન્ટેજ કાર ચલાવીએ તો બધા લોકો વિન્ટેજ કારને જુએ છે. 50લાખની ગાડીને લઈને નિકળો તો કોઈ ન જુએ પણ આ કાર લઈને નિકળો એટલે લગભગ બધાને તમારી સામે જોવું પડશે.

આ કારની ડિઝાઈન બનાવવામાં અમે ખુબ જ મહેનત કરી છે. લંબાઈથી લઈને પૈડા સુધી તમામ વસ્તુઓ સિલેકટેડ રાખવામાં આવી છે. આ કારમાં અમે રોયલ ઈન્ફિલ્ડ અને મારૂતિ સુઝુકીના જ પાર્ટ્સનો ઉપયોગ કર્યો છે. હાલમાં  રેડ અને બ્લુ કલરનાંની બે કાર બહાર પાડી છે.આ કાર તૈયાર કરવામાં અમને 3 મહિના લાગ્યા છે. અને જે કોઈ આ કારની ખરીદી કરશે તેને તમામ સર્વિસ પણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!