Gujarat

ટીક ટૉક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમા આવી આ વખતે કર્યુ આવુ કારસ્તાન ! અમદાવાદ મા…

ટીક ટૉક સ્ટાર તરીકે ફેમસ થયેલી કીર્તિ પટેલ હવે Instagram મા ઘણી ફેમસ છે અને લાખો મા Followers છે ત્યારે પોતાના વિડીઓ ને લઈને અનેક વખત વિવાદો મા આવી ચુકી છે તાજેતર મા જ ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ મા પણ પટેલ સમાજ વિશે એવુ નિવેદન આપ્યુ હતુ કે ચર્ચા નો વિષય બન્યો હતો ત્યારે આ આ અગાવ પણ દેવાયત ખવડ સાથે પણ વિવાદ મા આવી હતી ત્યારે ફરી એક વખત કિર્તી પટેલ વિવાદ મા આવી છે.

ઘટના અંગે જાણવા મળતી અનુસાર અમદાવાદ મા એક મહિલા એ કિર્તી પટેલ વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે. અમદાવાદ ના રાણીપ મા રહેતા અને બ્યુટીપાર્લર નુ કામ કરતા કોમલ બેન પંચાલ છ મહીના પહેલા instagram પર લાઈવ હતા ત્યારે મિત્રો સાથે વાત કરતા હતા ત્યારે અચાનક કીર્તિ પટેલ તેમના વાઈવ મા આવીને ગાળો આપી હતી. ત્યારે યુવતી એ આ બાબત ની સાઈબર ક્રાઈમ મા ફરીયાદ પણ કરી હતી.

ત્યારે ફરી ગત 21 ફેબ્રુવારી ના રોજ યુવતી ફ્લેટ મા ઘરે હાજર હતી અને Instagram મા લાઈવ હતી ત્યારે વિડીઓ મા કોઈ કોમેન્ટ કરી હતી કે તમારા ગાડી ના કાચ ટુટયા છે. ત્યારે યુવતિ એ નીચે જઈ ને જોયુ તો ગાડી ના બધા કાચ ટુટેલા હતા અને ત્યા કોઈ હાજર નહોતુ.

બાદમાં આ યુવતી તેના ઘરે ગઈ હતી અને થોડીવારમાં તેની મિત્ર ગાડીની ચાવી લઈને તપાસ કરવા આવી હતી. ત્યારે આ યુવતીને ચા પીવી હોવાથી એસ.જી.હાઈવે કર્ણાવતી ક્લબ ની બાજુમાં ખેતલાઆપા ટી સ્ટોલ માટે ગઈ હતી. ત્યા સવારે ચારેક વાગ્યા ના અરસા મા ગાડી ના પાર્ક કરી ને ગાડી મા બેઠી હતી ત્યારે ગાડી ના પાછળનો કાચ ટુટવાનો અવાજ આવ્યો હતો.

જ્યારે યુવતિ એ કાર ની નીચે ઉતરીને જોયુ તો કોઈ એ યુવતી ને કોઈ એ માથા ના ભાગે પાછળ થી કોઈ એ કાઈ વસ્તુ મારી હતી અને યુવતી એ વળી ને જોયુ તો કિર્તી પટેલ હાથમા પાઈપ લઈને ઉભી હતી અને ગાળો બોલી રહી હતી અને તેની સાથે અન્ય એક યુવક પણ હતો. અને યુવતી ને જાન થી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ દરમિયાન તેની તબિયત સારી ન હોવાથી તેને 21મી તારીખે બનેલા બનાવની ફરિયાદ હવે કરતાં સેટેલાઈટ પોલીસે આ મામલે કીર્તિ પટેલ તથા એક મહિલા અને એક પુરુષ સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

યુવતીને ઇજાઓ પહોંચી હોવાથી પોલીસમાં ફોન કર્યો હતો અને સારવાર માટે એમ્બ્યુલન્સથી સોલા સીવીલ પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!