Entertainment

લોક ગાયક કલાકાર યોગેશ ગઢવીએ કમાને લઈને આપ્યું હદયસ્પર્શી નિવેદન કહ્યું કે, કમાનો ઉપયોગ ન….

જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કમો છવાયેલ છે. લોક ડાયરાઓથી લઈને અનેક ખાનગી અમે જાહેર કાર્યક્રમોમાં લોમો કમાને લઈને આવી રહ્યા છે. ખરેખર ત્યારે હાલમાં જ કમાને લઈને મોરબી ખાતે કોરોના દિવંગતોના મોક્ષાર્થે શાનાળા ગામે આવેલી પટેલ વાડીમાં ભાગવત સપ્તાહ ચાલી રહી છે. આ કથામાં લોક ગાયલ કલાકાર યોગેશ ગઢવીએ કમા વિશે ચોંકાવનારી વાત કરી છે.

એક તરફ લોકો કમાને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે અને કમાને ડાયરાનું મનોરંજન બનાવી દીધું છે. લોકો તેને ધુણાવે છે અને તેની પાસે ડાન્સ કરાવે છે, ત્યારે હાલમાં મોરબી ખાતે કથા ચાલી રહી છે, ત્યારે લોક કલાકાર યોગેશ ગઢવીનેએ કોઈકે કીધું કે યોગેશભાઈ તમે કમો લાવશો? આ બાબતે યોગેશ ભાઈ એવી હદયસ્પર્શી વાત કરી કે આજ સુધી કોઈપણ ગાયક કલાકાર આવું નથી બોલ્યા.

યોગેશ ગઢવી એ કહ્યું કે, કમો તો દિવ્યાંગ બાળક છે એને દુઃખી ન કરાય. તેની માનસિક સ્થિતિ શું હોય એ આપણે સમજી ન શકી તેથી તેને લવાય નહીં. આજકાલના કલાકારો ડાયરામાં કમો લઈને આવે છે. હું તો યોગશ ગઢવી છું. હું તો  20 વર્ષ પહેલા કમો નહીં નમો લઈને આવ્યો હતો. આખું ગુજરાત રાજ્ય સાક્ષી છે. 

ખરેખર આ વાત સાચી છે, લોકો કમાને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે અને કમાની લોકપ્રિયતા અંગે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. એક તરફ લોકો સ્વામિનારાયણ સંપ્રદાય અંગે વિવાદમાં પડ્યા છે ત્યારે યોગેશ ગઢવીએ તેના વિશે પણ કહ્યું કે,  જેને મારી માથે જે કરવું હોય એ કરી લેજો બાકી હું કહું છું કે દુનિયાનો  સૌથી મોટો પ્રાચીન કોઈ ધર્મ હોય તો તે હિન્દુ સનાતન ધર્મ છે. જગતમાં ગમે એને માનાવા હોય પરંતુ મારા ભોળાનાથથી મોટા કોઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!