યોગીના નજીક ના ગણાતા કચ્છના યોગી દેવનાથ બાપુને આ કારણે “સર કલમ કરવાની ધમકી” મળી…..
હાલ ના સમય મા ફીલ્મ નો વિરોધ અને boycott કરવાનો સિલસીલો સતત ચાલુ જ છે. હાલ મા લાલ સિંઘ ચઢ્ઢા ફીલ્મ નો વિરોધ ખુબ મોટા પ્રમાણ મા થઈ રહ્યો છે ત્યારે શાહરુખ ખાની પઠાણ ફીલ્મ નો પણ વિધોધ થવાનું શરુ થયુ છે ત્યારે ગુજરાત ના જાણીતા યોગી દેવનાથ બાપુ એ ફીલ્મ નો વિરોધ કરતા સર કલમ કરવાની ધમકી સોસીયલ મીડીઆ પર મળી હતી.
આ અંગે વિગતે વાત કરીએ તો દેવનાથ બાપુ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા છે. તેઓ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ભરૂડીયા ગામમાં એકલધામ આશ્રમના મહંત છે. તેવો એ 12 વર્ષ ની ઉમરે જ સન્યાસ લઈ લીધો હતો અને સોસીયલ મીડીઆ પર ઘણા એક્ટીવ છે ત્યારે તેવો એ પઠાણ ફીલ્મો વિરોધ કરતા તેને ટ્વીટર પર ધમકી મળી હતી. ત્યારે તેવો હવે આ અંગે ફરીયાદ નોંધાવશે.
આ અંગે યોગી દેવનાથે જણાવ્યું હતું કે, “ભારતમાં જ રહીને ભારતનો વિરોધ કરનારાઓના અમે વિરોધી છીએ. અમને કોઈ ધર્મ કે જાતિથી વિરોધ નથી. મને ધમકી આપવા માટે ગ્રાફિક બનાવવામાં આવ્યું છે, જેમાં માથું ધડથી અલગ હોવાનું બતાવવામાં આવ્યું છે. મને જે ટ્વીટર હેન્ડલ પરથી ધમકી મળી છે તેની સામે હું ફરિયાદ કરવાનો છું.”
જો દેવનાથ યોગી ની વાત કરવા મા આવે તો ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના ખુબ જ નજીક ના માનવા મા આવે છે તેઓ હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રભારી રહી ચૂક્યા છે. તેઓ અખિલ ભાતીય સાધુ સમાજના સભ્ય છે. આ ઉપરાંત તેઓ કચ્છ સંત સમાજના અધ્યક્ષ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
