બાબા વેંગા ની આ ભવિષ્યવાણી સાંભળી થથરી જશો ! જુલાઈ 2025 માટે એવી આગાહી કરી કે..
બલ્ગેરિયાના પ્રખ્યાત ભવિષ્યકાર બાબા વાંગાએ અનેક એવી ભવિષ્યવાણીઓ કરી છે જે સાચી સાબિત થઈ છે. ઈન્દિરા ગાંધીની હત્યા જેવી રાજકીય ઘટનાઓ હોય કે પછી અનેક કુદરતી આફતો, તેમની આગાહીઓએ લોકોને ચોંકાવ્યા છે.
હાલમાં, બાબા વાંગાની વધુ એક આગાહી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે, જે જુલાઈ 2025 માં થનારી એક ઘટના વિશે કહ્યું છે, જો તે સાચી પડે તો વિશ્વ એક મોટા વિનાશનો સામનો કરી શકે છે. તો ચાલો જાણીએ કે બાબા વાંગાએ જુલાઈ મહિના માટે કઈ ભયાનક આગાહી કરી છે.
બાબા વાંગાએ તેમના મૃત્યુ પહેલા જુલાઈ 2025 માટે એક આઘાતજનક ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે જુલાઈ 2025 માં જાપાન એક વિનાશક સુનામીનો સામનો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011 માં પણ જાપાનમાં એક ભયંકર સુનામી આવી હતી, જેના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. જો બાબા વાંગાની આ આગાહી સાચી સાબિત થાય છે, તો 2025 માં આવનારી સુનામી 2011 ની તુલનામાં ત્રણ ગણી વધુ વિનાશક હોઈ શકે છે.
આ આગાહીએ સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજુ ફેલાવી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે બાબા વાંગાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે કે તે જોવાનું રહ્યું.
