આ ભાઈ ની માનતા જાણી ચોકી જશો ! RCB કપ જીતશે તો 10 કીલો લોખંડ બાંધી જાખરધી
ગુજરાતીમાં કહેવત છે ને એક દી સૌનું ટાણું આવે! આ વાત RCB ક્રિકેટ ટીમ માટે વર્ષ 2025માં સાચી પડી અને આ કારણે લાખો ચાહકોની આંખોમાં પણ હરખના આંસુઓ આવ્યા છે. 18 વર્ષ પછી RCB ટીમે આઈ.પી.એલ ટ્રોફી જીતી છે, જેથી આ વર્ષે પહેલીવાર આઈ.પી.એલને એક નવી ટીમ મળી છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો RCBના એક ચાહકનો છે, જેને એક અનોખી માનતા પૂરી કરી રહ્યા છે.
ખરેખર આ જગતના માનવી ભગવાન પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે, આ કારણે અનેક લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા ભગવાન આગળ ટેક અથવા માનતા માને છે. RCBના ચાહક તો ઘણા હશે પરંતુ આ વિરેનદ્ર સિંહ હાલમાં ચર્ચામાં છે, હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેઓ પોતાની અનોખી માનતા પૂરી કરવા જઈ રહ્યા છે.
વાત જાણે એમ છે કે, તેઓ પોતના ગામ જારખ થી સોમનાથ મહાદેવના દર્શન પગપાળા કરવા જઈ રહ્યા છે અને સૌથી ખાસ વાત એ કે એમના શરીર પર 10 કીલો લોખંડની સાંકળ બાંધીને જઈ રહ્યા છે, ખરેખર આવા ચાહક ખૂબ જ ઓછા હોય છે, તમને જાણીને નવાઈ વીરેન્દ્રભાઈ 250 કિલો મીટરનું અંતર ચાલીને પૂરું કરશે.
સોશિયલ મીડિયા પર દરેક લોકો વીરેન્દ્રસિંહભાઈના વખાણ કરી રહ્યા છે કારણ કે તેમની અનોખી માનતાને કારણે તેમણે લોકોનું દિલ જીતી લીધું છે.