90ના દાયકાના લોક ડાયરાની જુગલબંધીનો વિડીયો આવ્યો સામે, ઓળખી બતાવો કોણ છે આ કલાકારો? જુઓ વિડીયો
આજના સમયમાં સોશિયલ મિડિયા એક એવું પ્લેટફોર્મ છે, જે આજના સમયમાં લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. ભૂતકાળની યાદોને પણ ફરી યાદ કરાવી આપે છે. આજે સોશિયલ મિડિયા પર અનેક વિડીયો અને તસવીરો વાયરલ થતી હોય છે. આ તસવીરો અને વિડીયો સાથે દરેક લોકોની યાદ પણ જોડાયેલ હોય છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો કેટલા વર્ષ જૂનો છે, એ કેવું તો અશક્ય છે પરંતુ આ વિડીયોમાં બે એવા ગુજરાતી રત્નો છે, જે આપણે ગુજરાતીઑ માટે ગૌરવ સમાન છે.
આ વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે, ગુજરાતી લોક ગાયક અને લોક સાહિત્યકાર ઇશરદાન ગઢવી અને એ સમયના નવોદિત કલકાર દેવાયત ખવડની જુગલબંધી જોવા મળી છે. આ વિડીયો જોઈને આપણને સૌને જૂનો સમય તો યાદ આવી ગયો પરંતુ એ પણ સમજાય છે કે, સમય કેટલો બદલાય જાય છે. આજે દેવાયત ખવડ લોકપ્રિય અને લોક લાડીલ સાહિત્યકાર બની ગયા છે, જ્યારે ઇશરદાન ગઢવી આ દુનિયામાં હયાત નથી. સૌથી ખાસ વાત એ છે કે કલાકાર ક્યારે મરતો જ નથી કારણ કે તેની કલામાં તે હમેશાં જીવંત રહે છે.
આ વાયરલ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે ઇશરદાન ગઢવી પોતાના સૂરીલા કંઠે લોક ગીત ગાઈ રહ્યા છે, જ્યારે દેવાયત ખવડ પણ તેમના ગીતને ઝીલી રહ્યા છે. આ વિડીયોના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે, ઈશરદાન ગઢવીની સાથે જુગલબંધી કરવી એ ખુબ જ મોટી વાત છે. આ વિડીયો જોઈને જૂનો જમાનો યાદ આવી ગયો અને ઘણા લોકો દેવાયત ખવડને તો ઓળખી પણ નથી શક્યા. ખરેખર આ વિડીયો જોઈને તમે પણ મોજમાં આવી જશો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.