Gujarat

યુવતીએ લગાવી મોતની છલાંગ લગાવતા યુવકે બચાવવા કાઈપણ વિચાર કર્યા વગર છલાંગ લગાવી અને અંતે જે થયુ….

આપણે જાણીએ છે કે, માનવતા થી મોટું આ જગ કંઈ જ નથી. આમ પણ કહેવાય છે ને કે, જેને રામ રાખે એને કોણ ચાખે! ઘણી વાર જીવનમાં આપણે મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈએ છીએ, ત્યારે અનેક વખત કોઈનાં કોઈ રૂપે ભગવાન મદદ કરવા તૈયાર જ હોય છે. હાલમાં જ એક એવી ઘટના બની જેનાં વિશે જાણીને તમે પણ ચોંકી જશો.યુવતીએ લગાવી મોતની છલાંગ લગાવતા યુવકે બચાવવા કાઈપણ વિચાર કર્યા વગર છલાંગ લગાવી અને અંતે જે થયુ એ જાણીને ચોકી જશો.

અનેક વ્યક્તિઓ પોતાનું જીવન ટૂંકાવ આપઘાત કરતા હોય છે અને આવી ઘટનાઓ હાલમાં બહુ બની રહી છે, ત્યારે હાલમાં જ આવી ઘટનાં બની છે, વલસાડ જિલ્લાને અડીને આવેલા સેલવાસ ખાતે દમણગંગા નદીના બ્રિજ ઉપરથી એક યુવતીએ છલાંગ લગાવીને મોતને વ્હાલું કરવાનું વિચાર્યું હતું.આ દરમિયાન જ જેને લઈ ત્યા લોકોના ટોળા ઉમટ્યા હતા અને લોકો યુવતીને બચાવવા બુમો મારી રહ્યા હતા.

જોકે, કોઈએ નદીમાં જંપલાવ્યું ન હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ઉમરગામના એક બહાદુર યુવકે નદીમાં ઝંપલાવી મોતની છલાંગ લગાવનાર યુવતીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના વિશે વિસ્તુસ્તમાં જાણીએ તો વાત જાણે એમ છે કે, દાદરા નગર હવેલી ખાતે આવેલી દમણગંગા નદીના બ્રિજ ઉપરથી એક અજાણી મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. જેને લઈ આજુબાજુના વાહન ચાલકો અને રાહદારીઓએ બ્રિજ ઉપરથી યુવતીને બચાવવા મદદની પોકાર લગાવી રહ્યા હતા

આમ પણ કયો વ્યક્તિ પોતાનો જીવ દાવ પર લગાડીને બીજનો જીવ બચાવી શકે? આ ઘટના દરમિયાન નદીમાં કૂદવા કોઈ તૈયાર થતું ન હતું. કહેવાય છે ને કે સંકટ સમયે ભગવાન કોઈને મદદ માટે મોકલે છે.ઉમરગામથી તેના મિત્રોને મળવા સેલવાસ આવેલ યુવક ત્યાં થી જઈ રહ્યો હતો, તે દરમિયાન દમણ નદીના બ્રિજ ઉપર લોકટોળું જોઈ ચેક કરતા યુવતીએ નદીમાં છલાંગ લગાવી હોવાની તેને જાણ થઈ હતી.રંજનકુમારને યુવતી નદીમાં જીવતી હોવાનું જણાતા તેણે એકપણ ક્ષણ વિચાર કર્યા વગર નદીમાં જંપલાવી મોતની છલાંગ લગાવનારી યુવતીનો જીવ બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

રંજન કુમારે છલાંગ લગાવી યુવતીને નદીમાંથી બહાર કાઢી જીવ બચાવ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ તાત્કાલિક સેલવાસ ફાયર બ્રિગેડ અને પોલીસ તેમજ 108ની ટીમને જાણ કરી હતી. યુવતીને બેભાન હાલતમાં નદીમાંથી બહાર કાઢવામાં આવી હોવાથી તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. યુવતીનો જીવ બચાવનારા ઉમરગામના રંજનકુમારનું સેલવાસ પોલીસે સન્માન કરી યુવકની હિંમતને બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!