Gujarat

ભાવનગર ના 21 વર્ષ ના યુવાને આત્મહત્યા કરી લીધી અને સ્યુસાઈડ નોટ મા એવુ લખ્યુ કે

હાલમાં જ એક દુઃખ ઘટના બની જેમા ભાવનગર શહેરમાં એક નવયુવાન એ પોતાનું જીવન ટૂંકાવ્યું! આ આત્મહત્યા પાછળનું કારણ ખૂબ જ ચોંકાવનારું નિકડું હતું અને આ તમામ માહિતી તેને પોતે જ આપી હતી. ખરેખર તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઈ 21 વર્ષની ઉંમરે પણ આવું કરી શકે છે. આપણે સૌ કોઇ જાણીને છે કે દરેક વ્યક્તિનું જીવન એક સરખું નથી હોતું.દરેકના જીવનમાં મુશ્કેલીઓ આવે તેનો મતલબ આત્મહત્યા કરવી એજ નિવારણ નથી.

જીવનના આત્મહત્યા દ્વારા તમે તમારા જીવને નથી ખતમ કરતા પણ સાથો સાથ તમને જન્મ આપનાર માતા પિતાનાં જીવની હત્યા કરો છો. ચાલો અમે આપને જણાવી કે ક્યાં કારણોસર આ યુવકે આત્મા હત્યા કરી હતી. હાલમાં જ તેમનો પરિવાર આઘાત માં છે ત્યારે આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને મૃતકની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ભાવનગર શહેરના આરટીઓ રોડપર રહેતાં એક નવ યુવાને લેણદારોના સતત શારીરિક માનસિક ત્રાસથી કંટાળી પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું અને મરતા પહેલા તેને એક નોટ લખેલ અને તેમના જે ખુલાસો કર્યો ખૂબ જ ચોંકાવનારો હતો. હાલમાં તો પોલીસ તમામ તપાસ કરી રહી છે.અમે આપને જણાવીએ કે સુસાઇડ નોટમાં એવો તે શું ઉલ્લેખ કર્યો હતો.

પાનમાવાનો ગલ્લો ધરાવતા બ્રિજેશ વસંતભાઈ નાકરાણી ઉ.વ.21 એ આજરોજ તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતાં મૃતકે ગળેફાંસો ખાતાં પૂર્વે સુસાઈડ નોટ લખી હતી. જેમાં સુરતનાં કોઈ શખ્સો દ્વારા મૃતકને નાણાં મુદ્દે શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેનાંથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને જે વ્યક્તિઓ હેરાન કરતાં હતાં તથા નાણાંકીય વ્યવહારનો ઉલ્લેખ કરી માતા પિતા અને પરિવારની માફી માંગી હતી.ખરેખર આવા બનાવ અનેકવાર બને છે કે દેવું થવાથી લોકો પોતાનું જીવન ટૂંકાવી દે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!