નડિયાદનાં યુવાનનું બ્રેઇન સ્ટ્રોકથી મોત! પિતાને હસ્તામુખે દીકરા અંગોનું દાન કરી નવજીવન આપ્યું.
અંગ દાન એજ મહાદાન છે. હાલમાં જ એક વ્યક્તિનાં અંગ દાન ને લીધે 5 વ્યક્તિઓને નવજીવન મળ્યુ. ચાલો આ સરહાનીય વાતો વિશે જાણીએ. વાત જાણે એમ છે કે, નડિયાદમાં એક વ્યક્તિનું બ્રેઇન સ્ટ્રોકના હૂમલાથી મોત થતા તેમના અંગદાનથી 5 લોકોને નવુ જીવન મળ્યું છે. ખરેખર વંદન છે આ મૃતક વ્યક્તિ ને અને તેમાનાં પરિવારને જેમણે આવું પહકુ5 ભર્યું.
દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, મુળ અમદાવાદના અને નડિયાદમાં રહેતા 36 વર્ષિય નીગમ બિપીનભાઇ સિદ્ધપુરાને પરમ દિવસે સાંજે બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. અને હોસ્પિટલમાં દાખલ કરતા જ જ્યાં ડોકટરોએ તમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.
આ બાદ સિવિલ હોસ્પિટલના ડોકટરો તથા સામાજિક સંસ્થા દ્વારા નિગમભાઈના માતા પિતાને અંગ દાન કરવા સમજાવતાં નિગમભાઈના માતા-પિતાએ અત્યંત મહત્વનો નિર્ણય લઈને તેમાં પોતાની સહમતી આપી હતી. જેમાં નિગમભાઈની બે કિડની, લિવર અને હૃદય જેવા મહત્વના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
તેમનું હૃદય મુંબઇ સ્થિત વ્યક્તિના શરીરમાં બેસાડી પણ દેવામાં આવ્યું છે. તેમના આ નિર્ણયના લીધે પાંચ વ્યક્તિઓનું નવ જીવન મળ્યું છે.નિગમભાઈના માતા-પિતાના આ દૃષ્ટાંતરૂપ નિર્ણયના કારણે સાક્ષરનગરીમા અનેકોને પ્રેરણા પુરી પાડી છે. ગુરુવારે બપોરે 4 વાગ્યા પછી સ્વર્ગસ્થ નિગમભાઈની અંતિમયાત્રા નીકળી હતી.
