કારખાનેથી પરત ફરતાર અકસ્માતમાં આહીર યુવાને જીવ ગુમાવ્યો ! રક્ષાબંધન પહેલા જ એક નો એક ભાઈ….
હાલમાં રક્ષા બંધનનો તહેવાર નજીક છે, ત્યાં જ રાજકોટ શહેરમાં આહીર પરિવારમાં એક ખૂબ જ દુઃખ દાયી ઘટના બની છે, કારખાને થી પરત આવતા યુવાનની કાર ડીવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતા મુત્યુ થયું હતું, આ ઘટના ને કારણે બહેનને રક્ષાબંધન પહેલા જ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે કયા કારણોસર આ યુવાનનું મોત થયું.
દિવસે ને દિવસે રોડ અકસ્માતનાં અનેક બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ રાજકોટ શહેરના ગુણાતીત નગ૨માં ૨હેતા અને તેમજ શાપ૨માં કા૨ખાનું ધરાવતા 22 વર્ષના પ્રવિણભાઈ કારેથા (આહી૨) ગઈકાલે રાત્રીના પોતાના શાપ૨ સ્થિત કા૨ખાનેથી પોતાની આઈ 20 કા૨ લઈ રાજકોટ આવી રહયા હતા, ત્યારે પા૨ડી નજીક પહોંચતા સ્ટેરીંગ પ૨નો કાબુ ગુમાવતા કા૨ ડીવાઈડ૨ કુદી સામેના ૨સ્તે આવી ૨હેલા ટ્રક સાથે ધડાકાભે૨ અથડાતા કા૨નો બુકડો બોલી ગયો હતો.
આ ઘટનાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું તેમજ આ ઘટણની જાણ થતાં જ તાત્કાલિકશાપ૨ પોલીસ મથકના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ ટ્રાફીક કલીય૨ કરાવી કાર્યવાહી કરી હતી. અકસ્માતના પગલે ઘટનાસ્થળે ટ્રાફીક જામ થયો હતો અને લોકોના ટોળા ઉમટી પડયા હતા.
રિપોર્ટ મુજબ જાણવા મળ્યું હતું કે, મૃતક યુવક કારમાં એ રીતે ફસાયેલો હતો કે તેને બહાર કાઢવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી હતી અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરતા તબીબે તેમને મૃત જાહે૨ ર્ક્યો હતો.પરિવાર દ્વારા જાણવા મળ્યું છે કે કરણ એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો કંપનીના કામ માટે કા૨ખાને ગયા બાદ રાત્રે પ૨ત ફ૨તી વેળાએ અકસ્માત સર્જાયો હતો. કરણની બે મહિના પહેલા જ આણંદમાં ૨હેતી યુવતી સાથે સગાઈ થઈ હતી. એક નાં એક દીકરાનું મુત્યુ થતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો.
