યુવાન દોઢ કરોડ મા સેસ્ટીંગ કરી પરિવાર સાથે અમેરીકા જવા નીકળ્યો અને મેક્સિકો મા બરોબર નો ફસાયો ! એજન્ટે એટલો બધો ઢોર માર માર્યો કે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં દરેક લોકો પૈસા કમાવવા વિદેશ જઈ રહ્યા છે, વિદેશ જવું એટલું પણ સહેલુ નથી એટલે આ કારણે ઘણા લોકો ગેરકાયદેસર રીતે જતા હોય છે. આવી જ ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના દરેક એવા લોકો માટે લાલ બતી સમાન કિસ્સો છે, જેઓ વિદેશ જવાના સપનાઓ જોઈ રહ્યા છે. મોટે ભાગે એજન્ટોમાં કારણે જ લોકો સાથે છેતરપિંડી થતી હોય છે.
હાલમાં જ દિવ્યભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, મહેસાણાનો પરિવાર અમેરિકા પહોંચે તે પહેલાં જ મેક્સિકોમાં ફસાયો અને ત્યાર બાદ ત્યાં એજન્ટોએ બંધક બનાવીને ઢોરમાર માર્યો. આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ કે આખરે આ સમગ્ર ઘટના છે શું? દિવ્ય ભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે,મહેસાણાના પરિવારને ગેરકાયદેસર અમેરિકા જવું ભારે પડ્યું કારણ કે મહેસાણાના સાલડીથી નીકળેલો પરિવાર અધવચ્ચે જ ફસાઇ ગયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ પરિવારે વિદેશ જવા માટેએજન્ટો મારફતે 1.5 કરોડ રૂપિયામાં સોદો કરેલો.
હાલમાં જ જાણવા મળ્યું છે કે, સાલડીના પરિવારનાં યુવક અને તેની પત્ની તેમજ ત્રણ બાળકો સાથે અમેરિકા જવા માટે નીકળ્યા હતા. જેમની સાથે ડિંગુચાના ચાર જણનો પરિવાર હતો. સરહદ પાર કરીને અમેરિકા જવાના પ્રયાસમાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે આ પરિવાર મેક્સિકોમાં ફસાઇ ગયો છે.
જેણે એક કરોડ રૂપિયા એજન્ટોને એડવાન્સ આપ્યા હતા. જ્યારે બાકીના રૂપિયા પહોંચીને આપવાના હતા. હાલમાં જ એજન્ટોએ મેક્સિકોમાં પરિવારને બંધક રાખીને માર મારવામાં આવ્યો હતો અને બાકીના પૈસા ચૂકવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. યુવકને બ્રેઈન સ્ટ્રોક આવતા તેને મેક્સિકોના કેન્કુન સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો છે. ખરેખર આ ઘટના દરેક વ્યક્તિ માયે ચેતવણી રૂપ સમાન છે.