વાહ ભાઈ ! આ યુવાન માત્ર 130 રુપીયા ના ખર્ચે સરપંચ બન્યો , અન્ય સરપંચો ની જેમ….
હાલમાં જ ગ્રામ પંચાયત ની ચૂંટણી શાંતિ રીતે પૂર્ણ થઈ છે, ત્યાર બાદ અનેક સરપંચ પદના ઉમેદરવારોની સરહાનીય વાતો અને કિસ્સાઓ સામે આવી રહ્યા છે.ખરેખર શહેરની ચૂંટણી કરતા ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં એટલું બધું રાજકારણ નથી જોવા મળતું. હા એ વાત સાચી છે કે, આજના સમયમાં જ્યારે કોઈ ચૂંટણી માટે ઉમેદવારી ભરે છે, ત્યારે અનેકગણો ખર્ચો કરે છે તેમજ મતદારો ને લોભવવા માટે પણ તે અનેક ગણો રૂપિયો ખર્ચી નાંખે છે, ત્યારે આજે અમે એક એવા યુવાનની વાત કરીશું જે માત્ર રૂ.130 નાં ખર્ચે સરપંચ બન્યો. આ વાત જાણીને તમને આશ્ચય પણ થાય ખરો ત્યારે ચાકો આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.
હાલમાં જ સાંજ સમાચાર દ્વારા મળેલ માહિતી મુજબ ઉના તાલુકાના સૈયદ રાજપરા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી નોધાવનાર 34 વર્ષના યુવાન ભરતભાઇ વાઘજીભાઇ કામળીયાએ સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ દરેક નાં સાથ સહકાર થી આ ચૂંટણી જીત્યા. તમને એ જાણી ને નવાઈ લાગશે કે તેમને માત્ર 130 રૂ.જ વાપર્યા હતા. ભરતભાઈએ મિત્રોના સહકારથી તમામ વોર્ડના ઉમેદવારોની પેનલ બનાવી હતી તેમજ આદરમિયાન તેમને મતદારોને રીઝવવા માટે કોઇપણ પ્રકારનો નકારાત્મક પ્રચાર પણ કર્યો નહીં. માત્ર પોતાના વ્યક્તતવ ને લોકો સમક્ષ મૂક્યું અને તે શું શું કાર્ય કરશે ઍટલી જ વાત કરી.
સૌથી મહત્વની વાત તો એ છે કે,જયારે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે ભરતભાઇ કામળીયા 384 મતે થી વિજયી બન્યા. જયારે મતગણતરી થઇ હતી ત્યારે પણ તેમના ખિસ્સામાં માત્ર 20 રૂપિયા જ હતા આ 20 રૂપિયા ખર્ચીને તેમને 130 રૂપિયાનો ચૂંટણી દરમિયાનનો ખર્ચ પૂર્ણ કર્યો. ભરતભાઇ માટે સ્લીપ છપાવવાનો ખર્ચ પણ તેમના મિત્રોએ કર્યો હતો. ટૂંકમાં કહીએ તો તેમના મિત્રોના ખચે થી જ એઓ આંખી ચૂંટણી લડ્યા અને લોકોના વિશ્વાસ ની જતી મેળવીને આ પદ તેમણે મેળવ્યું હતું!
તેમનો સ્વભાવ અને વ્યક્તિત્વ પણ એવું જ નિખાલસપૂર્ણ છે કે, તેમણે જીત બાદ તેમને હાર પહેરાવવાની પણ આગેવાનોને ના પાડી હતી અને એજ પૈસામાંથી ગાયને ઘાસ ખવડાવવાનું કહ્યું હતું. યુવાન સરપંચ ગામનો વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી ગામમાં પાણીની સમસ્યા છે. તે પાણીની સમસ્યા ઉકેલી અને શાળામાં શિક્ષકોની ઘટ છે તે માટે સરકારને રજુઆત કરશે અને ખરેખર આવા યુવા વર્ગનાં હાથમાં જ ગામનું ભવિષ્ય સુરક્ષિત છે