6 વખત કેન્સર ને હરાવીને આ યુવાન આજે પોતાની કંપની ચલાવી અનેક લોકોને પ્રેરણા આપે છે.
આ જગતમાં અશક્ય કંઈ પણ જ નથી! જો વ્યક્તિ મન મક્કમ કરી લે તો મેરુ પણ ડગાવી શકે છે પરંતુ પોતાનું મન નહિ! ગંગા સતી પાનબાઈને કહે છે કે, મેરુ તો ડગે જેના મનનો ડગે એટલે કે વ્યક્તિ જો હિંમત કરે તો જીવનમાં આવેલ મુશ્કેલીઓ સામે હસતા મોંઢે લડી શકે છે.હાલમાં જ એક આવી ઘટના બની છે. જેના વિશે તમને જાણીને આશ્ચર્ય થશે કે શું આ કોઈ ચમત્કાર છે કે,પછી કોઈ સાયન્સ નું સત્ય.
ચાલો અમે આપને જણાવીએ કે આખરે વાત શું છે.
કેન્સર એક એટલે સમજી લેવાનું કે જીવ ગયો! આ સત્ય નથી આજે અમે એક એવા છોકરાની વાત કરીશું જેણે કેન્સરને એક વાર, બે વાર, ત્રણ વખત નહીં, પરંતુ 6 વખત હરાવ્યું છે. 23 વર્ષીય જયંત કંદોઈ રાજસ્થાનના અજમેર જિલ્લાનો છે. જયંત ભારતમાં એવો પ્રથમ વ્યક્તિ છે જેણે કેન્સરને 6 વખત હરાવ્યું છે.
આજે આ યુવક એક મોટિવેશન સ્પીકર તરીકે અનેક લોકોને પ્રેરણા આપી રહ્યો છે.વારંવાર કેન્સર હોવાના કારણે જયંત ભણવામાં ધ્યાન આપી નહોતો શકતો પરંતુ તેણે હિમ્મત ન હારી અને હવે તે MBAનો અભ્યાસ કરી રહ્યો છે .જયંતને પહેલી વાર 2013માં કેન્સર થયું હતું. ત્યારે તે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તેના ગળાની જમણી બાજૂ Hodgkin’s lymphoma થયું. જયંતે આ સમયગાળા દરમિયાન 12 વખત કીમોથેરાપી લીધી હતી.
જયંતે કેન્સરની સારવારની સાથે બોર્ડની પરીક્ષા પણ હતી. થેરાપીની સાથે જયંતે પણ પરીક્ષા આપી હતી અને તેની શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પરતું કેન્સર તેનો પીછો ન મુકતો હતો ફરી 2015માં કેન્સર થયું અને જયંતે 60 રેડિયોથેરાપીના સેથન લીધા છે.કેન્સરની સારવાર કરવામાં આવી હતી અને તે સ્વસ્થ થઈ ગયો હતો. તેની સારવાર દરમિયાન પણ જયંતે ક્યારેય વાંચવાનું અને લખવાનું બંધ કર્યું ન હતું. ત્યારબાદ જયંત બીકોમનો અભ્યાસ કરવા દિલ્હી ગયો હતો પણ ફરી કેન્સર નો ભોગ બન્યો. જયંતે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું જે ટૂંક સમયમાં જ એક કરોડ રૂપિયાનું ફન્ડિંગ મેળવવાનું હતું
, પરંતુ જયંતને સારવાર માટે તેના અભ્યાસ અને સ્ટાર્ટઅપ્સ બંનેને અધવચ્ચેથી જ છોડવું પડ્યું.જયંતને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બે વર્ષ સુધી ચાલી હતી. જયંતે પોતાના મિત્રો સાથે મળીને સિટી સ્ટાર ક્લબ નામની સંસ્થા ખોલી હતી. જેમાં તેઓ કેન્સરના દર્દીઓને મદદ કરે છે. નવેમ્બર 2020માં 6ઠ્ઠી વખત કેન્સરની ચપેટમાં આવી ગયો અને ત્યારે તેનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.કેન્સર બાદ જયંતનું જીવન બદલાઈ ગયું હતું, પરંતુ સૌથી સારી બાબત એ હતી કે તેમણે કદી પણ હિમ્મત ન હારી. લોકો આજે પણ કેન્સરને મોટી બિમારી સમજે છે. આ સમયગાળમાં દુઃખને હરાવીને તેને સુખના પરિવર્તન કર્યું અને જયંતે 2017માં તેના 5 મિત્રો સાથે મળીને આ સંસ્થાની શરૂઆત કરી હતી.
, આજે 700થી વધુ લોકો તેમની સાથે જોડાયા છે.સાથે જ તેમણે 2018માં જ્ઞાન કી બાતે નામની એપ લોન્ચ કરી હતી, જેને હવે 10 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. તે ટૂંક સમયમાં સ્થાનિક દુકાનદારો માટે પણ એપ્લિકેશન શરૂ કરવાનો છે. જયંત હાલમાં મોટિવેશનલ સ્પિકર અને MBAના બીજા વર્ષના વિદ્યાર્થી પણ છે. જયંત પોતાની હોસ્પિટલ ખોલવા માગે છે જેમાં તે કેન્સરના દર્દીઓની મફત સારવાર કરાવવા માગે છે. જેથી કેન્સર થયા બાદ કોઈને સારવાર માટે હેરાન ન થવું પડે.
