Gujarat

ભણવાનું છોડી દીધું છતાં 27 વર્ષની ઉંમરે 500 કરોડની કંપની ચલાવે છે.

જીવનમાં ભણતરની સાથો સાથ ગણતર એટલું જ જરૂરી છે. આમ પણ કહેવાય છે ને કે, જરૂરી નથી વ્યક્તિ જીવનમાં નિષ્ફળ ગયો હોય તો તે પોતાના જીવનમાં આગળ કંઈ કરી નાં શકે. આજે અમે આપને એક એવા વ્યક્તિ ની કહાની જણાવીશું જેને એક સમયે ભણવવામાં જરાય રસ ન હતો પરંતુ પોતાને જે વસ્તુમાં રસ હતો એજ વિષયમાં તેને ખૂબ જ મહેનત કરીને આજે 500 કરોડની કંપની ઉભી કરી છે.

ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. તમને વિશ્વાસ નહીં આવે પરતું આ વાત ખરેખર સત્ય છે કે, એક વ્યક્તિ અનેક પરીક્ષામાં નપાસ થયો પરતું આજે કરોડો નો વ્યવસાય કરે છે અને હાલમાં જ તેને દુબઈના ગોલ્ડન વિઝા મળી ગયા છે, ત્યારે ખરેખર આ યુવાન આજે સૌ યુવકો માટે પ્રેરણારૂપ કહેવાય કારણ કે, આ ઉંમરે આટલી સિદ્ધિઓ મેળવવી નાની વાત ન જ કહેવાય.

વડોદરાના મનન શાહ માત્ર 18 વર્ષની નાની ઉંમરે પોતાને શીક્ષણ છોડ્યું અને આજે સ્ આતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સાયબર સિક્યુરિટી ફર્મ, સીએઇઓ અને અલાવલેન્સ ગ્લોબલ સોલ્યુશન્સના સ્થાપક બન્યો.વાત જાણે એમ છે કે, ૧૯ ઓગસ્ટ ૧૯૯૩માં ગુજરાતના એક નાનકડા  પરિવારમાં જન્મેલા મનન શાહ આજે ભારતનો સૌથી યુવા એથીકલ હેકર છે.બાળપણથી જ તેમનો કમ્પ્યુટર પ્રત્યેનો પ્રેમ અને કોડીંગ અને હેકિંગના કારણે આજે એક સફળ સાયબર સિક્યુરીટી ઉધોગ સાહસિક છે.

આજે તેમની કંપની પાસે એકથી એક ધનિક વ્યક્તિઓ જેમાં પેપ્સિકો, ગોદરેજ, રિલાયન્સ, ટાટા, ઓયો, સ્વિગી, એચયુએલ વગેરે કંપનીઓ શામેલ છે. તેમની કંપનીએ વિવિધકેસોમાં ગુજરાત અને રાજસ્થાનના પોલીસ વિભાગને મદદ પણ કરી છે. મનને ગુગલ, ટ્વિટર, ફેસબુક અને માઇક્રોસસોફ્ટને પણ બગ શોધવામાં મદદ કરી છે.તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેને કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કેવી રીતે કાર્ય કરે છે તે શીખવાનો પ્રયાસ કર્યો.” 2009 માં, તે વડોદરામાં એથિકલ હેકિંગ પર એક સેમિનારમાં ભાગ લેવા માટે ગયો, જેનાથી તેમનું જીવન બદલાઈ ગયું.

પોતાની દિશા મળી ગઈ. તેમણે પોતાના કામને પ્રાપ્ત કરવાની આશામાં, સંપૂર્ણ સમય હેકિંગ શીખવાનું લેવાનું નક્કી કર્યું. મનને શરૂઆતી સમયમાં ગુજરાત પોલીસ માટે થોડું થોડું કામ કર્યું. ત્યારબાદ મનને ગુજરાત અને રાજસ્થાન પોલીસની ખૂબ મદડ કરી.સમય કોર્પોરેટ ક્લાઈંટ મળતા ગયા અને પોતાના કામને એક બિઝનેસ તરફ વેગ મળ્યો.2015માં જ્યારે મનને એવલેન્સ ગ્લોબલ સોલ્યુશન્સની સ્થાપના કરી ત્યારે, વ્યાવસાયિક કામ માટે પોતે શાળા છોડી દીધી હતી. પરંતુ ૧ વર્ષ સુધી પરિવારને કોઈ માહિતી હતી નહિ.

“એકવાર મને મારા સાહસ માટે ઓર્ડર મળવાનું શરૂ થયું અને તેઓએ જોયું કે મારી પાસે નવી ઓફિસ કરવાની સંભાવના છે, તેઓને ગર્વ હતો. હાલ મનન શાહ મુંબઈ, દુબઈ અને અમેરિકાથી લઇ ૧૦ દેશોમાં પોતાની કંપની સેવા પૂરી પાડી રહી છે. પોતાની આવડત અને કોઠા સૂઝના લીધે મનન ખૂબ જ લોકપ્રિયતા મેળવી! ખરેખર આ એક ખૂબ જ સારી વાત કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!