Gujarat

યુવકે ટ્રેન નીચે આવી ને આપઘાત કરી લીધો ! હાથ મા એવુ લખ્યુ હતુ કે…

આત્મહત્યાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક યુવાને ટ્રેન નીચે આવીને આત્મહત્યા કરી લીધી અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તેના મૃતદેહ પાસેથી એક કાગળ અને હથેળી પર લખેલી સુસાઈડ નોટ મળી આવી.આ સુસાઈડ નોટમાં એવું લખ્યું કે, હત્યાનું કારણ પણ પોલીસને મળી ગયું. ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ માહિતગાર કરીએ કે, આખરે આ યુવાને શા માટે આત્મહત્યા કરી.

આ ઘટના મધ્યપ્રદેશમાં બની છે, અશોકનગરની ત્રિલોકપુરી કોલોનીમાં રહેતા 26 વર્ષીય ભૂપેન્દ્ર મહેન્દ્ર ડાંગીએ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ભૂપેન્દ્ર થોડા સમય પહેલા ડોક્ટર પાસે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો પણ કોઈ કારણસર મજૂરી કામ પર જવા લાગ્યો. ભૂપેન્દ્રના મોટા ભાઈ રાજુ ડાંગીએ જણાવ્યું કે, શુક્રવારે સવારે પણ ભૂપેન્દ્ર મજૂરી કરવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. પોલીસ ચોકીમાં તૈનાત એએસઆઈ વિનોદ તિવારીએ તેને અહીંથી ઉફઠાવી લઈ જઈ માર માર્યો હશે.

ભૂપેન્દ્રએ સૌથી નાના ભાઈને ફોન કરીને કહ્યું કે, તે ફરી પકડી રહ્યો છે, મને પરેશાન કરશે. તેથી જ હું મરી રહ્યો છું. તેમજ સુસાઇડ નોટમાંથી જાણવા મળ્યું છે કે, કોતવાલી પોલીસ સ્ટેશનનો એક એએસઆઈ પૈસાને લઈ ત્રાસ આપી રહ્યો છે, હું ત્રાસથી કંટાળી જીવ આપી રહ્યો છું. પોલીસે આ સુસાઈડ નોટને તપાસ માટે લીધી છે.

મૃતકના ભાઈએ કહ્યું કે, મારા ભાઈને અગાઉ પણ ઘણી વખત પકડવામાં આવ્યો છે તેમજ અલગ-અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ચર્ચા બાદ ભૂપેન્દ્ર રાત્રે ઘરે પરત ફર્યો ન હતો. સવારે લગભગ 4 વાગ્યે, પોલીસને જાણ થઈ કે ભૂપેન્દ્રની લાશ ત્રિલોકપુરી કોલોનીમાં જ રેલવે ટ્રેક પર પડી છે. તેણે આત્મહત્યા કરી લીધી છે.

તપાસમાં ભૂપેન્દ્ર પાસે એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણે કોતવાલીમાં તૈનાત એએસઆઈ વિનોદ તિવારી પર ટોર્ચરનો આરોપ લગાવ્યો છે. મૃતકે તેના હાથ પર લખેલી સુસાઈડ નોટ અને એક કાગળ પણ છોડ્યો છે. જેમાં તેણે લખ્યું હતું કે ASI તેની પાસે પૈસાની માંગણી કરી રહ્યો હતો, જેના કારણે તે આત્મહત્યા કરી રહ્યો છે. ખરેખર આ ઘટના થી ચારેતરફ ચકચાર મચી ગયો છે. પરિવારમાં પણ પુત્રની આત્મહત્યાના લીધે શોકમગ્ન વાતાવરણ બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!