બે યુવતીઓ વચ્ચે ગજબ નો પ્રેમ થય ગયો અને પછી ઘરવાળા કહ્યું…
કહેવાય છે ને કે, આજના સમયમાં પ્રેમ એક પોતાની નવી દિશા વટાવી ચુકયો છે. આજના સમયમાં ભારતમાં એલ.જી.બી.ટી. કયું.કોમ્યુનીટી નો કાનૂની રીતે સ્વીકાર થઈ ચૂક્યો છે પરંતુ સમાજ સ્વીકારવા તૈયાર જ નથી. આપણે જાણીએ છે કે હાલમાં જ એક કેસ સામે આવ્યો હતો જેમાં એક યુવતી ને લગ્ન બાદ ખબર પડી કે તેનો પતિ સમલૈંગિક છે. ખરેખર આ વાત ખૂબ જ ચોંકાવનારી છે અને તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે હાલમાં જ બે યુવતીઓ લગ્ન કરી લેતા સમાજમાં સૌ કોઈ ચોકી ગયા છે.
અમે આપને સંપૂર્ણ ઘટના જણાવીએ.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, હાલમાં જ ઉત્તર પ્રદેશની બે યુવતીઓ અચાનક એક દિવસ ગુમ થઈ ગઈ હતી. અને જ્યારે તે બંનેઓ મળી ત્યારે આખું ગામ તો ચોકી ગયું પણ સૌથી વધુ આઘાત તો તેમના પરિવાર ને લાગ્યો. પહેલા તો આ બહેનો ગુમ થતા જ પરિવારે પોલીસમાંગુમ થવાની ફરિયાદ નોંધાવી અ પણ લગભગ એક અઠવાડિયાથી, આ યુવતીઓ વિશે કંઇ ખબર નહોતી.
.બન્યું એવું કે, એક દિવસે અચાનક પરિવારે પોલીસને બોલાવી દીકરીઓ વિશે માહિતી આપી હતી. ફોન આવતાની સાથે જ પરિવારજનો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. અહીંયા દીકરીઓ તો મળી ગઈ હતી પરંતુ થયુ એવું કે,પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીને જોઇને તેઓ સ્તબ્ધ થઈ ગયા.
હકીકતમાં, કાનપુરના બર્રામાં રહેતી આ બંને છોકરીઓએ સમલૈંગિક લગ્ન કર્યા હતા અને મહિલાઓએ કહ્યું કે તેમના લગ્ન એક વર્ષ પહેલા 25 ઓગસ્ટ 2019 ના રોજ બિથૂરના એક મંદિરમાં થયા હતા.પરિવારે લગ્નનો વિરોધ કર્યો હતો અને પોલીસની મદદ માંગી હતી. પરંતુ પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇનનો હવાલો આપીને બંને યુવતીઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવાની મનાઈ કરી દીધી હતી.
પોલીસે તેના પરિવારને સમજાવ્યું કે તેમણે પોતાની ઈચ્છાથી જ લગ્ન કર્યા છે. પરંતુ બંને પક્ષના સબંધીઓએ પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચાવ્યો હતો.કહેવામાં આવી રહ્યું છે કે બર્રા ગુંજન વિહારમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેણે કહ્યું હતું કે, તેની સગીર પુત્રીને તેના મિત્ર દ્વારા ફસાવવામાં આવી છે અને તેની સાથે ક્યાંક લઈ ગઈ હતી.
યુવતી ઘરેથી ભાગતી વખતે તેની સાથે ઘરેણાં અને રોકડ રકમ પણ લઈ ગઈ છે. આ ઘટનાની નોંધ લઈ બર્સ ચોકીના ઇન્ચાર્જ સત્યપાલસિંહે યુવતીને ફોન લગાવીને પોલીસ સ્ટેશન પર આવવા જણાવ્યું હતું. બંને મહિલાઓ સોમવારે પોલીસ સ્ટેશન પર પહોંચી હતી. આ સમય દરમિયાન બંનેએ ગળામાં વરમાળા પહેરી હતી.
આ મામલે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યાં જ 20 સપ્ટેમ્બરે અમે બંને ઘર છોડીને નીકળી ગયા હતા. એક ઘંટાઘારની એક હોટલમાં રોકાઇ ગઈ અને કારણ કે ઘરના લોકો સ્વીકારવા તૈયાર ન હતા. આ કારણે આવો અંતિમ ફેંસલોઃ લીધો હતો.પરિવારના સભ્યોએ અપનાવવાની પાડી ના પરિવારે વરરાજા બનેલી યુવતીને અપનાવવાની ના પાડી અને કહ્યું કે મારે તેની સાથે કંઈ લેવાદેવા નથી.
માતા પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરવામાં આવ્યા છે. આ કિસ્સામાં, ચોકીના ઇન્ચાર્જનું કહેવું છે કે, તેઓ બંને પોતાની મરજીથી લગ્ન કરી શકે છે અને તેમની ઉંમર પણ 18 વર્ષથી વધુ છે. આ કારણે આ લગ્ન કાનૂની રીતે માન્ય જ છે! પરતું હાલમાં હવે પરિવાર જનો અસ્વીકાર કરતા આ બંને હાલમાં તો હોટેલમાં રહે છે અને આગામી પરિવાર દ્વારા સ્વીકારવામાં આવે છે કે, નહિ એ તો સમય જ નક્કી કરશે
