આપઘાત
હાલના સમયમાં એવી અનેક ઘટનાઓ બને છે જેના વિશે આપણે વિચારી પણ ના શકીએ એમાં પણ હાલના સમયમાં યુવાનોમાં આપઘાત કરવાનો પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે હાલ જ એવી ઘટના તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના નિભોરા ગામ સામે આવી છે જેમાં ૧૯ વર્ષના યુવાને તાપી નદીમાં છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના નિભોરા ગામના 19 વર્ષિય યુવાન કે જેનુ નામ સંદિપભાઇ પ્રકાશભાઇ પાટીલ છે તેણે હથોડા ગામની સીમમાં આવેલ તાપી નદીના પુલ ઉપર બાઈક મૂકીને પુલ ઉપરથી તાપી નદીના પાણીમાં છલાંગ લગાવી હતી. જ્યારે આ યુવાન નો મૃતદેહ બે દિવસ પછી જુના આશ્રાવા ગામની સીમમાં તાપી નદીના પાણીમાંથી મળી આવ્યો હતો.
આપઘાત કરવા પાછળ ના કારણ ની વાત કરીએ તો સંદિપભાઇ ના પિતા પ્રકાશભાઇ ધર્માભાઈ પાટીલ પાસે એક પાળેતો ઘોડો છે અને આ ઘોડો સંદિપ ને હાઈ વે પર લઈ જવો હતો ત્યારે પિતા એ આ ઘોડો લઈ જવાની ના પાડી હતી ત્યારે સંદીપ ને મન દુખ થયુ હતુ અને રીસાઈ ને તારીખ 17/07/2022 ના રોડ પોતાની મોટરસાયકલ લઇ ને ઘરે થી નીકળી ગયો હતો.
જ્યારે સંદિપભાઇ હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદી ઉપર બનાવેલા પુલ પર મોટરસાઇકલ મૂકીને તાપી નદીના ઉંડા પાણીમાં કૂદી જતાં ડુબી ગયો હતો. જયારે તેનો મૃતદેહ જેનો મૃતદેહ કુકરમુંડાના જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના કિનારે નદીના પાણીમાં મળી આવ્યો હતો. ઘટના અંગે મરણ જનારના પિતા દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે નિઝર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
