પત્નીએ જ પતિને ગળાફાંસો આપી હત્યા કરી ! પોલીસે કબર માથી લાશને બહાર કાઢી અને આવી રીતે ભાંડો ફૂટયો
હાલ ના સમય મા ઘણી અજીબ અજીબ ઘટના ઓ ઘટે છે અનેક કિસ્સાઓ મા હત્યા થતી હોય છે તેમા પોતાના જ લોકો નો હાથ હોતો હોય છે અને તેને આત્મહત્યા મા ખપાવી દેવાનો પ્રયાસ કરવામા આવતો હોય છે પરંતુ કહેવાય છે ને છે સત્ય ક્યારેય છુપુ રહેતુ નથી ક્યારેક તો બહાર આવે જ છે જે આવી જ એક ઘટના સીકર મા સામે આવી હતી જેમા એક યુવાન ના મોત નુ રહસ્ય 10 દિવસ બાદ સામે આવી ગયુ હતુ.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો ફતેહપુર ના સીકર મા આ ઘટના સામે આવી હતી જેમા એક યુવાન કે જેનુ નામ મકસુદ નુ મોત થયુ હતું. શરુવાત ના સમય મા તેણે આત્મહત્યા કરી હોવાનું માની ને તેની અંતિમ વિધી કરી નાખી હતી અને પરીવારે પણ પોલીસ ના ચક્કર મા પડવાના ડર થી પોલીસ ને જાણ નહતી કરી પરંતુ મૃતકની માતા ને કોઈક ગરબડ લાગતા તેની વહુ પર શક ગયો હતો અને સમગ્ર હકીકત સામે આવી ગઈ હતી.
આ ઘટના મા મરણ જનાર મકસુદ (30)ના લગ્ન 6 વર્ષ પહેલા લક્ષ્મણગઢની રહેવાસી મદીના (27) સાથે થયા હતા. બંનેને કોઈ સંતાન નથી. બંને આ બાબતે ચિંતિત પણ હતા. મકસૂદ ગામમાં જ જ્વેલરી બનાવવાનું કામ કરતો હતો. જ્યારે તારીખ 2 જુલાઈ ના રોજ મકસુદ નુ મોત થયુ હતુ જ્યારે પરિવાર ના સભ્યો ઘરે આવ્યો ત્યારે મકસુદ ની પત્ની એ એવી વાત જણાવી હતી કે મકસુદે ગળાફાંસો ખાઈ લીધો છે તેણી એ તેને નીચે ઉતાર્યો.
આ ઘટના બનતા પરીવારે પોલીસ ને જાણ નહોતી કરી બાદ મા મકસુદ ની પત્ની ના હાવભાવ જોતા પરિવાર ના સભ્યો ને તેના પર શક ગયો હતો. જ્યારે મૃતક ની માતા એ 9 જુલાઈ ના રોજ મદીના ને આ ઘટના વિશે વિસ્તાર મા પુછ્યું તો તે ઘબરાઈ ગઈ હતી અને બાદ મા પરીવાર ના સભ્યો એ તેને સઘન પુછપરછ કરી હતી ત્યારે તે બધુ સાચુ બોલી ગઈ હતી કે તેણે જ મકસુદ ફોન ના ચાર્જરથી ગળુ દબાવીને હત્યા કરી છે કારણ કે તેને શક હતો કે તે અન્ય યુવતિ ઓ સાથે અફેર મા છે.
આ પછી મકસુદ ની માતા એ 9 જુલાઈના રોજ કોતવાલી ફતેહપુર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આપ્યો હતો. તે જ દિવસે પોલીસે મદીનાની અટકાયત કરી હતી અને પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે જ્યારે મદીનાની પૂછપરછ કરી તો તેણે પતિના ખુન કરવાની વાત સ્વીકારી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે પતિ સાત-આઠ મહિના થઈ એક મહિલા સાથે વાત કરતો હતો. ઘણી વખત ના પાડી, પણ તે સંમત ન થયો. તેણે કહ્યું કે તેને શંકા છે કે પતિના તે મહિલા સાથે ગેરકાયદેસર સંબંધો છે. આ ઘટસ્ફોટ બાદ મંગળવારે બપોરે 2 વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી હતી.
