Gujarat

અક્સમાત સર્જાયો 1

ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. હવે પછી આપણે કાયમ એમ કહીએ કે, સરકાર કંઈ કરતી નથી એ વાત ખોટી છે. કારણકે પોતાનો જીવ કઈ રીતે બચાવવો અથવા તો કઈ રીતે અકસ્માતને ટાળવો એ આપણા હાથમાં છે. એ વાતમાં કોઈ શંકા નથી કે, આપણાં ત્યાં અકસ્માતને નિવારવા માટે તંત્ર દ્વારા પુરતા કામો કે વ્યવસ્થાઓ ગોઠવાઈ નથી. પણ ખેર, જે હોય તે પરંતુ ગુજરાતમાં રોજ કેટલાય લોકો અકસ્માતના કારણે કાળનો કોળીયો બની જાય છે.

આવો જ અકસ્માતનો એક કિસ્સો પાટલ જિલ્લાના રાધનપુરથી સામે આવ્યો છે. અહીંયા સરદારપુર-સિનાર રોજ પર એક ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. બાઈક પર સવાર બે યુવકો ગૌશાળામાં સેવા આપતા હતા. અને આ અકસ્માતમાં આ બંન્ને યુવાનો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે.

અકસ્માત અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સરદારપુર સીનાર માર્ગ પર બે યુવાનો બાઈક લઈને જઈ રહ્યા છે. ત્યાં જ સામેથી ફૂલ સ્પીડમાં આવી રહેલી એક કાર ધડાકાભેર આ બંન્ને યુવાનોના બાઈક સાથે અથડાઈ હતી. જેવી જ કાર બાઈક સાથે અથડાઈ કે તરત જ બંન્ને યુવાનો ઉછળીને રોડ પર પછડાયા હતા. રોડ પર પછડાવાના કારણે બંન્ને યુવાનોને એટલી બધી ઈજાઓ થઈ કે, તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવે ત્યાં સુધી પણ તેઓ જીવીત ન રહ્યા અને ઘટના સ્થળે જ બંન્નેના કમકમાટીભર્યા મોત થયા હતા.

અકસ્માતની જાણ થતા જ ગૌશાળાના ગૌ સેવકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ઘટનાને લઈને રાધનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આવીને બંન્ને યુવાનોની લાશનું પંચનામું કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!