આઠ વર્ષ પહેલા મૃત્યુ પામેલ બાળક પુનર્જન્મ લઈને જુના ઘરે પહોચ્યો, જાણો શુ ઘટના બની
આપણા અનેક વખત એવી વાતો સાંભળેલી છે કે જેમા મરેલા લોકો જીવતી થયા હોય અને પુનર્જન્મ ના કિસ્સા ઓ પણ આપણી સામે આવી ગયા છે ત્યારે ફરી એક એવો જ કિસ્સો ઉત્તર પ્રદેશ મા સામે આવ્યો છે ઉત્તર પ્રદેશ મા મૈનપુરી મા એક બાળકે દાવો કર્યો છે કે તેનો પુનર્જન્મ થયો છે જેનુ મૃત્યુ આઠ વર્ષ પહેલા નહેર મા પડી ને થયુ હતુ તેણે પરત આવી ને તેના માતા પિતા ને તે વાત કહી હતી. બાળક નુ નામ ચંદ્રવીર છે
સમાચાર અનુસાર, નાગલા સાલેહી ગામથી લગભગ ચાર કિલોમીટર દૂર અમર સિંહના રહેવાસી રામ નરેશ શંખવાર તેના આઠ વર્ષના પુત્ર ચંદ્રવીર સાથે પ્રમોદ કુમારના ઘરની બહાર પહોંચ્યા હતા. પ્રમોદ અને તેની પત્ની ઉષા તે સમયે ઘરમાં ન હતા. થોડો સમય તે તેના પરત ફરવાની રાહ જોતો રહ્યો. અને જયારે તે દંપતી ઘરે આવ્યુ ત્યારે ચંદ્રવીર એ તેવો ને ગળે લગાડી લીધા હતા. ત્યારે તેના માતા પિતા ચોકી ગયા હતા કે જે પુત્ર ના 8 વર્ષ પહેલા અંતીમ સંસ્કાર કર્યા તે કેવી રીતે આવ્યો.
ત્યારે બાળકે જણાવ્યું હતુ કે તેનો પુનર્જન્મ થયો છે ત્યારે આ દંપતી એ પણ તેને ગળે લગાડી લીધો હતો. જયારે આ આખી વાત ગામ મા ફેલાઈ ત્યારે ગામ લોકો ના ટોળા ઉમટી પડયા હતા ના ત્યારે ચંદ્રવીર પણ ગામ ના લોકો ને ઓળખી બતાવ્યા હતા.
પ્રમોદ અને તેની પત્ની ઉષાના પુત્ર રોહિતનું 4 મે, 2013 ના રોજ અવસાન થયું હતું. નાગલા સાલેહીમાં રહેતા પ્રમોદ કુમાર શ્રીવાસ્તવનો પુત્ર રોહિત તે સમયે 13 વર્ષનો હતો. તે ગામના બાળકો સાથે કેનાલમાં નહાવા ગયો હતો. પછી તે ડૂબીને મરી ગયો.તમને જણાવી દઈએ કે આ દિવસોમાં મૈનપુરીમાં પુનર્જન્મના સમાચાર ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે.