આવા ચોર પેલા ક્યારેય નહી જોયા હોય
ઈંદોરમાંથી કેટલાક નીતિવાન અને ધાર્મિક કહી શકાય એવા ચોર પકડાયા છે. આ લોકો ચોરી કર્યા બાદ માલનો 25% ટકા જેટલો ભાગ રાજસ્થાનના સાંવલીયા શેઠના મંદિરમાં અર્પણ કરતા હતા. મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરતા હતા કે, હે પ્રભુ!આગલી ઘટના માટે સફળતા મળે. ક્યારેય પકડાઈ ન જઈએ અને જેથી તે વારંવાર ભગવાનના દરબારમાં આવી શકે અને ભેટ અર્પણ કરી શકે.
પરંતુ ગમે એવડો મોટો ભક્ત હોય પરંતુ ભગવાન ક્યારેય તેને ખોટા કામમાં સાથ આપતા નથી. અને આ લોકો આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
આ ચોર ઈંદોરના તુકોગંજ પોલીસના હાથે ઝડપાયા છે. આ લોકોનો એક સાથીદાર ફરાર છે. પૂછપરછમાં ચોરોએ જણાવ્યું કે, અમે ઘરમાં પહેલા તો નોકર બનીને દાખલ થતા હતા અને પછી તક મળતા ઘરમાં મૂકેલા રૂપિયા અને ઘરમાં રાખેલા ઘરેણાં લૂંટીને ફરાર થઈ જતા હતા.
પોલીસ સ્ટેશનના પ્રભારી કમલેશ શર્મા અનુસાર 29 સપ્ટેમ્બરના રોજ સાડીના વ્યાપારી પલાશ જૈનના ઘરે ચોરી થઈ હતી. બંગ્લામાં કામ કરનારા નોકર સુનીલ કીર અને દિલીપ કીર ફરાર હતા. બંન્ને બાંસવાડા રાજસ્થાનના નિવાસી છે. આરોપીઓની શોધમાં પોલીસ લાગેલી હતી. પોલીસને સુચના મળી કે બંન્ને આરોપીઓ એક વારદાતને અંજામ આપવા જઈ રહ્યા છે અને ત્યારે પોલીસે વોચ ગોઠવી તેમની ધરપકડ કરી હતી. આરોપીની પાસે એક બાઈક અને ચોરીના 50,000 કેશ અને સાડા ત્રણ લાખ રૂપિયાનો સામાન મળ્યો છે.
ઘટના બાદ વ્યાપારીની પત્ની પાસેથી એ જાણકારી પણ મળી કે બંન્ને કયા આધાર પર નોકરીએ રાખવામાં આવ્યા હતા. આમાં એ વાત સામે આવી કે, વિષ્ણુ નામનો એક નોકર પહેલા ત્યાં કામ કરતો હતો. જતા પહેલા તેણે સુનીલ અને દિલીપને પરીચિત જણાવીને બંગ્લામાં નોકરી અપાવી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે, આ આખી વારદાતનો માસ્ટરમાઈન્ડ વિષ્ણુ હતો. અત્યારે વિષ્ણુ પણ ફરાર છે.
