Gujarat

કુલદિપસિંહના જીવન ની યાદગાર ક્ષણોની તસ્વીરો સામે આવી ! લગ્ન ની અને મિત્રો સાથે ની તસવીરો જોઇ…

બુધવારે રાત્રીના એક ખુબ જ ગોજારી ઘટના બની હતી જે ઘટના ને લીધે આખા ગુજરાત મા દુખની લાગણી ફેલાઈ ગઈ હતી જ્યારે જેમા અમદાવાદ ના કુલદિપસિંહ નામના પોલીસ કર્મી એ પોતાની પત્ની અને દીકરી સાથે 12 માળે થી કુદી ને આપઘાત કરી લીધો હતો જયારે આ આપઘાત શા માટે કર્યો તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી.

કુલદિપસિંહ એ આપઘાત કરતા પહેલા એક ઇમોશનલ કરી દે તેવો મેસેજ પોતાના સ્વજનો અને મિત્રો ને લખ્યો હતો આ મેસેજ મા તેવો એ પોતાના દિલ થી નજીક ના લોકો ને યાદ કર્યા હતા અને સલાહ સુચનો અને જુની યાદો યાદ કરી હતી. કુલદીપસિંહ નુ મુળ વતન ભાવનગર જીલ્લા નુ સિહોર તાલુકો હતુ જ્યારે તેમના ધર્મપત્ની રિદ્ધિબહેન સિહોર થી નજીક ના ગામ ના જ હતા.

કુલદિપસિંહ અમદાવાદ શહેર નાવસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતા. કુલદીપસિંહ એ પોતાના સોસીયલ મીડીઆ અકાઉન્ટ પર પોતાના જીવન યાદગાર તસવીરો પોસ્ટ કરેલી છે 2014 થી અનેક તસવીરો છે જેમા પોતાના સાથી મિત્રો સાથે ની તસવીરો ઉપરાંત પોલીસ મા જ્યારે તેવો નુ પોસ્ટીંગ થયું અને લગ્ન સમયની તસવીરો પર સામે આવી હતી.

કુલદીપસિંહ એ લખેલા છેલ્લા મેસેજ ના આધારે કહી શકાય કે તેમના મિત્રો અને સંગા સબંધીઓ સાથે ઘણા લાગણી ભર્યા સબંધો હશે. છેલ્લા મેસેજ મા તેવો એ માતા પિતા માટે લખ્યુ હતુ કે ” પપ્પા સોરી મમ્મીને સાચવજો.હવે પ્લોટનું સમાધન કરીને નિવૃત્ત જીવન ગાળો, ભગવાનનું કામ કરજો, પપ્પા તમે બહુ સારા હતા, તમને મળવું હતું પણ જીવન ઓછું પડ્યું. મમ્મી સોરી તમારો કુલી હવે હિતાર્થ છે. લાસ્ટ મન્ડે ફોનમાં વાત થઈ એટલે ચાલશે અને મમ્મી તમને બહુ હેરાન કર્યા અત્યાર સુધી પણ આ લાસ્ટ ટાઇમ. આકાંક્ષા આજે રાતે બહુ રમી મારી સાથે એટલે લઈ જઉં છું, રિદ્ધિને એકલી ના મૂકુ એટલે એ પણ આવે છે સાથે.”

જ્યારે મિત્રો માટે લખેલા શબ્દો જોઈએ તો તેમા લખ્યુ છે કે ” મારા ફ્રેન્ડ પણ બહુ સારા હતા. મિત્રો ઘણા બધા છે જો લખું તો જીવન વધારે જીવાઈ જાય. સિહોરવાળા ફ્રેન્ડને સોરી યાર, સહન ન થયું, તમે કાચા પડ્યા યાર મને સાચવવામાં. જે કોઈને પૈસા આપ્યા છે એ મારા ભાઈને આપજો અને ના આપો તોય કંઈ નહીં, જલસા કરજો. માધુરીવાળા ફ્રેન્ડને બહુ મિસ કરીશ. મારા જીવનમાં આવેલા તમામનો દિલથી આભાર અને સોરી.

જ્યારે પોતાની પત્ની માટે લખ્યુ હતુ કે ” ખુદા સે મેને દુઆ માગી દુઆ મેં અપની મોત માગી, ખુદા ને કહા મોત મેં તુજે દુંગા પર ઉસે ક્યા કહું જિસને તેરી લંબી ઉંમર કી દુઓ માગી’ મારી દુઆ માગવાવાળી મારી સાથે લઈ જાવ છું. બીજા કોઈએ દુઆ નહીં માગી હોય. આજે હું બહુ જ ખુશ છું કે આ દિવસ આવી ગયો.”

આ ઘટના રાત્રી ના એક વાગ્યા પછી બની હતી જ્યારે પોલીસ તપાસ મા એવું ખૂલ્યુ છે કે એ રાત્રીના કુલદિપસિંહ પોતાના પરીવાર સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીના ઘરે જમવા ગયા હતા. ત્યાંથી 11થી 11.30 વાગ્યે ત્રણેય ઘરે આવ્યા હતા. જ્યારે ભારત-શ્રીલંકાની મેચ પૂરી થઈ ત્યારે પણ કુલદીપસિંહને ઘણા પોલીસ મિત્રો સાથે ફોન પર વાત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!