ગુજરતી લોક ગાયક કમલેશ બારોટ જીવે છે સાદગી ભરેલુ જીવન! તેમનું વતન ગુજરાત નુ આ નાનુ એવુ ગામ…
આજે આપણે ગુજરાતી સંગીતની દુનિયાના લોકગાયક કમલેશ બારોટે વિશે જાણીશું જેને ‘બચપન કા પ્યાર’ ગાયું હતું અને આ ગીત 2018ની સાલમાં બન્યું હતું. આ ગીત જ્યારે સહદેવ નામના છોકરાએ ગાયેલું ત્યારે ખૂબ જ વાયરલ થઈ ગયું અને ત્યારબાફ કમેલશ બારોટ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું.એ ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કમલેશે ગીત વિશે કહ્યું- ‘મેં 2018માં આ ગીત બનાવ્યું હતું. ત્યારબાદ મેશ્વા ફિલ્મ્સ નામની અમદાવાદની કંપનીએ તેના રાઈટ્સ ખરીદી લીધા હતા. 2019માં મેશ્વા ફિલ્મ્સે પોતાની યૂટ્યૂબ ચેનલ પર આ ગીત અપલોડ કર્યું હતું.
કમલેશે આ ઈન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું કે, તેમણે 6000થી વધુ ગીતો ગાયા છે. ઘણાં ગીતો લખ્યા અને કમ્પોઝ કર્યા છે. આ ઉપરાંત કમલેશે સહદેવના પણ વખાણ કર્યા છે.તમને જણાવી દઈએ કે કમલેશ બારોટે અત્યાર સુધી 1500 જેટલા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે અને તેઓને ટિમ્બ્લી કિંગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ કોઈ જગ્યાએ કમેલશ બારોટ પોતાનો અવાજ ફેલાવવા આવ્યો ત્યારે ત્યાં લોકોની ભારે ભીડ લાગી જાય છે..
જોકે આટલી મોટી પ્રસિદ્ધિ મેળવ્યા પછી પણ કમલેશ બારોટ સાદગીભર્યું જીવન જીવે છે અને તેમના ગીતોને લોકો ખૂબ પસંદ કરે છે. ટુંકમાં કહીએ તો સંગીતની દુનિયામાં કમલેશ બારોટનું એક અલગ જ નામ છે. આજે અમે આપને કમલેશ બારોટના જીવન વિશે વાતો જણાવીશું કે, આખરે કંઈ રીતે કમલેશ બારોટ જીવનમાં સફળતા મેળવી હતી. આજે ભલે તેઓ ચર્ચામાં ન હોય પરંતુ કમલેશ બારોટ ટીમલી સોંગ માટે ખૂબ જ જાણીતા છે.
પંચમહાલ જિલ્લાના એક નાના એવા ગામમાં રહેતા ગીતકાર કમલેશ બારોટ હતા. જેને ગુજરાતીઓ ટીમલી કિંગ તરીકે પણ ઓળખે છે અને તેમના ગીતો પંચમહાલ તેમજ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ધૂમ પણ મચાવી રહ્યા છે.કમલેશ બારોટ ને જીવનમાં સફળતા સરળતા થી નથી મળી. જીવનમાં ખૂબ જ સઘર્ષ કર્યા બાદ તેમણે સંગીતક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આજે તેઓ ખૂબ જ સરળ જીવન જીવી રહ્યા છે.કમલેશ બારોટ ખૂબ જ ઉમદા કલાકાર છે.
તેમણે પોતાના જીવનમાં ખૂબ જ ખરાબ દિવસો જોયા પરતું આજે તેઓ જીવનમાં ખૂબ જ સફળ થઈ ગયા છે અને વૈભવશાલી જીવન હોવા છતાંય તેમના સંપૂર્ણ સાદગી જોવા મળે છે.
