Gujarat

આ મહીલા ગાયકે એવી રમજઝ બોલાવી કે દેવાયત ખવડ, જીગ્નેશ કવિરાજ સહિત ના કલાકરો નોટુ ઉડાડવા મજબુર થય ગયા…

ડાયરો એ ગુજરાતીઓની મોજ અને સંસ્કૃતિ છે, આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. રાત થી લઈને સવાર સુધી ગુજરાતી સાહિત્ય અને લોકગીતોની સાથે ભજનભક્તિ તેમજ હાસ્યસરની રમઝટ બોલે છે, જેમાં સૌ કોઈ કલાકારો પર પૈસાઓનો વરસાદ કરે છે. ખરેખર આ મોજનો આનંદ ખૂબ જ અનેરો છે, જેનું વર્ણન શબ્દોમાં શક્ય નથી. આપણે જાણીએ છે કે, ગુજરાતનાં અનેક લોકપ્રિય કલાકારો જ્યારે ડાયરામાં રમઝટ બોલાવે છે, ત્યારે એની મોજ જ કંઈક અલગ હોય છે.

જ્યારે એક કલાકાર રમઝટ બોલાવતો હોય અને લોકો તેના પર પૈસાનો વરસાદ કરે આવું તો તમે ઘણીવાર જોયું હશે પરતું હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેવાયત ખાવડ અને જીગ્નેશ કવિરાજ લોકપ્રિય ગાયિકા પર પૈસાના બડલો ઉડાવી રહ્યા છે, ખરેખર આ દ્રશ્ય જોઈને તમને જાણવાની આતુરતા જરૂર થઈ હશે કે, આખરે આ ગાયિકા કોણ છે, જેના સ્વર ગુજતાં જ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા છે, જેમાં દેવાયતજી તો પૈસાનો વરસાદ જ કરી દીધો.

આ ડાયરાની રિલ્સ દેવાયતજીએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અલ્પાબેન પટેલ પર જીગ્નેશ અને દેવાયત તેમજ અન્ય કલાકારો અને બાપુશ્રી પૈસાનો વરસાદ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલ તસ્વીરો પરથી જાણી શકાય છે કે, આ ડાયરો શ્રી વડવાળા દેવની જગ્યા દુધઈ ગામ ખાતે સદગુરુ શ્રી પુરાણદાષજીની પુણ્યતિથિ નિમિતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંતવાણીમાં દેવાયત ખાવડ, બિરજુ બારોટ, જીગ્નેશ બરોટ, અલ્પાબેન પટેલ, રસ્મિતાબેન રબારી, વિપુલ રબારી, મીતલ રબારી, વનીતાબેન રબારી જેવા લોકપ્રિય કલાકારો એ ભજનોની રમઝટ બોલાવી ને સૌ કોઈ ભાવિ ભક્તોને ભક્તિમાં લીન કરી દીધા હતા જેમ, અલ્પાબેન પટેલ જે રમઝટ બોલાવી છે, એ તો આ વીડિયો દ્વારા જોઈ શકાય છે કે, કંઈ રિતે તમામ કલાકારોએ તેમના પર પૈસાનો વરસાદ વરસાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!