Gujarat

જમાઈ છે કે જમ ! છોકરીના ઘરનાઓ ના સત્ય ના પારખા કરવા ઉછળતા તેલ મા હાથ નખાવ્યાં

આપણા ધર્મમાં જેટલું આસ્થા નું મહત્વ છે એટલું જ લોકોમાં અધશ્રદ્ધા પ્રત્યે વધારે મહત્વ થતું જઇ રહ્યું છે.કહેવાય છે કે, સમયની સાથે ઘણું બધું બદલાઈ જાય છે, પરતું માણસ નો સ્વભાવ અને માનસિકતા નહિ. હાલમાં જ એક ગામમાં એવી ઘટના બની કે અધશ્રધ્ધાનાં નામે સૌ કોઈ લોકોએ પોતાના હાથ ગરમ ગરમ તેલમાં નાખવા પડ્યા હતા.

સત્યના પારખા કરવા જવામાં 6 યુવકો પોતાના હાથ જાતે જ દાજ્યા. વાત જાણે એમ છે કે, કચ્છ રાપરના ગેડી ગામે ઉકળતા તેલમાં હાથ બોળાવવાની એક ગંભીર ઘટના સામે આવી છે. 6 યુવકોના હાથ દાઝી ગયાં છે. તાત્કાલિક યુવાનોને દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, એક પરિણીત યુવતી પિયર જઈને ત્યાંથી નાસી ગઈ હતી અને તેને ભગડાવામાં તેને તેના પિયરના પરિવારજનોએ મદદ કરી હોવાનો આરોપ જમાઈ દ્વારા કરવામાં આવ્યો હતો.

જમાઈની આશંકાના આધારે પરિણીતાના પિયરના લોકોની નિર્દોષતા અને સચ્ચાઈના પારખાં કરવા માટે જમાઈ સહિત સાસરી પક્ષના લોકોએ કન્યાના નજીકના 6 લોકોના ઉકળતા તેલમાં હાથ બોળાવ્યાં હતા. કહ્યું કે જો તમે સાચા હશો તો તમને કંઈ નહીં થાય, તેમ કહી તેમના સત્યના પારખા કરાયાં હતા. જેમાં વારાફરતી કન્યાના ભાઈ સહિત 6 યુવાનોએ પોતાની સત્યતા-નિર્દોષતા પૂરવાર કરવા માટે ઉકળતા તેલમાં હાથ બોળ્યાં હતા.હાલમાં 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગની કાર્યવાહી હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!