પોલીસ સાથે નકલી SI બનીને ફરજ બજાવતો રહ્યો અને PI ને પણ ખબર નાં પડી ! પણ આખરે એવી રીતે સત્ય બહાર આવ્યું કે..
કહેવાય છે ને ખોટું ગમે તેવું હોઈ આજ નહિ તો કાલ એ ગમે તે રીતે ગમે એ રૂપમાં સમું તો આવે જ છે.આપણે ઘણીવાર નકલી પોલીસ કર્મીઓના કિસ્સા સાંભળેલા હોઈ છે જેમકે પોતે પોલીસ ન હોઈ ને પોતે પોલીસ બતાવી આમ જનતા પાસેથી વસ્તુઓ ફ્રી માં પડાવી લેતા હોઈ છે. અને લોકો પર પોતાનો ખોટો પાવર કરતા હોઈ છે.
તેવો જ એક કિસ્સો બેગુસરાય જીલ્લાના લખનપુરનો વતની રામચંદ્રસિંહ નો પુત્ર વિક્રમ કુમાર કે જે બિહારના ખગડિયા જીલ્લાના માનસી પોલીસ સ્ટેશનમાં છેલ્લા દોઢ મહિના થી નકલી પોલીસ કર્મી ની ફરજ બજાવતો હતો, અને પોલીસ ખાતાના આંખોમાં ધૂળ ભેળવતો હતો, આ નકલી પોલીસ કર્મી નો પર્દાફાશ માનસી પોલીસ સ્ટેશનના અધિકારીની મિલીભગતના કારણે નકલી પોલીસકર્મી વિક્રમ કુમારનો ભાંડો RTI એક્ટીવીસ્ટ મનોજ કુમાર મિશ્રા દ્વારા કરવામાં આવ્યો છે. આ નકલી પોલીસ કર્મી હોવાની જાણ ત્યાના SP સાહેબ ને પણ હતી નહિ.
આ નકલી પોલીસ કર્મી હોવાની માહિતી મળતાની સાથે સૌથી પહેલા તેમણે SP અને મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસ ની માંગણી કરી છે. મળતી માહિતી અનુસાર નકલી પોલીસ કર્મી ઘણીવાર SDPO અને અન્ય પોલીસ સાથે રેડ કરવા માટે પણ ગયેલો હતો. પરંતુ મહત્વ ની વાત એ છે કે વિક્રમ જે પોતે પોલીસ કર્મી ન હોવા છતાં પોલીસ ની ફરજ રેગ્યુલર નિભાવી રહ્યો હતો, પરંતુ આ બાબત નો પર્દાફાશ થતા તે ગાયબ થઇ ગયેલ હતો.
ત્યારબાદ આ ઘટના ની તપાસ SDPO સુમિત કુમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી, અને નકલી પોલીસ કર્મી વિક્રમકુમાર ની ધરપકડ કરવામાં આવી હતી. અને હવે પછી આ ઘટનાના ગુનેગાર વિક્રમકુમાર સામે ગુનો દાખલ કરી હાલ તેને જેલમાં પૂરી દેવાયો છે. આ ઘટના સાથે એક ઓડિયો કલીપ પણ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે.