મજૂરોને લઈને જતો ટ્રક પલટી ખાઈ જતા! 13 મજૂરનું થયું કમાટીભર્યું મોત…પરિવારજનો થયા નોંધારા.
રોજ અવારનવાર અકસ્તમાતના બનાવ બનતા હોય છે, ત્યારે હાલમાં જ એક ભંયાનક અસ્ક્તમાત સર્જાયો હતો.
આ એકસિડન્ટમાં 10 લોકો નું મુત્યુ થયું! ખરેખર ઈશ્વર ની આ કેવો ખેલ કે 13 લોકોના પરિવાર ને નોંધારા કરી દીધા હતા.આપણે સૌ કોઈ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકોનાં પરિવાર જનોને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમજ મૃતકો ની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
આ બનાવમાં એવું બન્યું કે, મજૂરો ને લઈ ને જતો ટ્રક પલટી ખાય જતાં ત્યાં 13 લોકોના મોત થઇ ગયા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. આ બનાવમહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનો છે અને આ ઘટના થી સૌ કોઇ ચોંકી ગયા છે. ટ્રકમાં લોખંડના સળિયા ભરેલા હતા.હાલમાં જ્યારે ચોમાસુ છે.
ત્યારે સિંદખેડરાજ તાલુકામાં તઢેગાંવ-દુસરબિડ વચ્ચે વરસાદના લીધે રસ્તો ખૂબ જ લપસણો બની ગયો હતો. જેના લીધે પુરઝડપે જઇ રહેલો ટ્રક પલટી ખાઇ ગયો હતો. મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ પહેલી નજરમાં મજૂરોના મોતનું કારણ લોખંડના સળિયા નીચે દબાઇ જવાથી થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના બનતા સૌ કોઈમાં કુતુહલ સર્જાયું છે. અને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.