યુવકે આત્મ હત્યા કરી
વર્તમાન સમયમાં યુવાનોની આત્મહત્યાના કિસ્સાઓ સમાજમાં ખૂબ જ વધી રહ્યા છે. અને માનો કે ન માનો પરંતુ સમાજ માટે આ લાલબત્તિ સમાન કિસ્સાઓ છે અને યુવાનોના માતા-પિતાઓ અને પરિવાર માટે પણ! હવે એ વિચારવાનો સમય આવી ગયો છે કે, આખરે એવું તો શું બને છે કે, અનેક પ્રકારના સપનાઓ સેવીને બેઠેલો આજનો આ યુવાન આત્મ હત્યા કરી બેસે છે? આ પ્રશ્નન અને વધી રહેલી આત્મહત્યાઓ નિવારવા માટે કંઈક નક્કર પગલા ભરવાની જરૂર હોય છે.
આવો જ એક કિસ્સો નવસારીમાંથી સામે આવ્યો છે. અહીંયા એક યુવકે પોતાના ઘર પાસે આવેલા ઈલેકટ્રીક પોલ પર ઓઢણી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ યુવાન નવસારી જિલ્લા કોર્ટ પાછળ આવેલી એક વસાહતમાં રહેતો હતો. આ યુવાનની ઉંમર માત્ર 25 વર્ષ છે અને તેનું નામ જય રાજુભાઈ રાઠોડ છે. આ યુવાન સાબુની ફેક્ટરીમાં કામ કરતો હતો.
વહેલી સવાર અચાનક પોતાના વ્હાલસોયા દિકરાને આમ વિજળીના થાંભલે લટકેલો જોઈને પરિવારના પગ નીચેથી જમીન જ સરકી ગઈ હતી. બાદમાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી કરીને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આમ અચાનક સરાજાહેરમાં યુવકે ગળેફાંસો ખાઈ લીધો એ કોઈ સામાન્ય ઘટના ન કહેવાય. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરંતુ આ યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઈને હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ ગમે તે કારણ હોય, પણ એક વાત તો ચોક્કસ છે કે, આત્મહત્યા કરવાનો કોઈને પણ શોખ હોતો નથી.જીવનમાં કોઈ એવી વિકટ સ્થિતિ સર્જાતી હોય છે અને જ્યારે આ સ્થિતિમાંથી બહાર આવવાનો રસ્તો ન મળે ત્યારે જ કોઈપણ યુવાન આત્મહત્યા કરતો હોય છે.
પરિવારના એકના એક દિકરાએ આત્મહત્યા કરી લેતા અત્યારે યુવાનનો પરિવાક શોકમાં અને આઘાતમાં ગરકાવ થયો છે. આ દિકરો જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અને હવે જ્યારે આખા પરીવારને આર્થિક રીતે સંભાળતા દિકરાએ જ આત્મહત્યા કરી લીધી છે ત્યારે પરીવાર માથે અત્યારે આભ તૂટી પડ્યું છે.
