વડોદરા મા મગર નૌ બેસણું કરવામા આવ્યુ અને મોટી સંખ્યા મા લોકો એ હાજરી પણ આપી.જાણો આવુ કરવા પાછળ નુ કારણ…
ગુજરાતમાં સૌથી લોકપ્રિય અને સમૃદ્ધ શહેર હોય તો તે છે, સંસ્કારી નગરી વડોદરા! ખરેખર વડોદરા શહેર એટલે વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલું શહેર જેને મગરની નગરી કહીએ તો પણ ખોટું નથી કારણ મેં વડોદરા એશિયા નું એક માત્ર એવું શહેર છે જ્યાં માનવ વસ્તિઓની વચ્ચે મગરો રહે છે. ખરેખર એ દ્ર્શ્ય આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારે વિશ્વામિત્રી ગાંડી તુર થઈ હતી ત્યારે ઘર ઘરમાં મગરો જોવા મળી હતી અને વડોદરામાં માનવ વસ્તીની સાથે મગરો પણ શહેરમાં આવી ગઈ હતી.
આમ પણ વડોદરા શહેરને દેશ દુનિયામાં આગવી ઓળખ અપાવી છે. ત્યારે આ ઐતિહાસિક ધરોહર ધરાવતી નગરીમાં વિશ્વામિત્રીમાં એક બાદ એક મગરો મુત્યુ પામવાની ઘટનાઓ સામે આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. આમ પણ કહેવાય છે ને કે દરેક જીવ પ્રત્યે પ્રેમ ભાવના અને લાગણીઓ રાખવી જોઈએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, છેલ્લા બે મહિનામાં ચારથી વધુ મગરો મોતને ભેટ્યા છે. જેની પાછળ તેમનું આશ્રય સ્થાન જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાવાગઢના પહાડોને ચીરી શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીનું અસ્તિત્વ ભૂંસાઈ જવાના આરે છે. નદીમાં અસહ્ય ગંદકી ડ્રેનેજના છોડાતા દૂષિત પાણીના કારણે એક સમયે પવિત્ર નદી તરીકેની ઓળખ ધરાવતી નદીની હાલત દયનિય બની છે.
10 ઓગસ્ટ નાં રોજ એક મહાકાય મગરનું અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. નદીમાં મગરની તરતી લાશ જોઈ પ્રત્યક્ષદર્શીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
આજ રોજ કેટલાક જીવદયા પ્રેમીઓ તેમજ વન્ય પ્રેમીઓ દ્વારા મૃતક મગરનું નદીના જે ઘાટ પાસે મૃત્યુ નીપજ્યું હતું તે જ સ્થળે શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મગરના બેસણામાં સફેદ વસ્ત્રો ધારણ કરી શહેરના નાગરિકોએ હાજરી આપી મૃતક મગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ એક પ્રેમભાવના વ્યક્ત કરવા માટે શ્રદ્ધાંજલિ રાખવામાં આવી હતી અને સાથો સાથ વિશ્વામિત્રી નદીને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત કરવામાં આવે જેથી મગરો સિવાયના અન્ય જળજીવો પોતાનું જીવન મળી શકે. ખરેખર આ એક ઉમદા કાર્ય હતું અને જેના થકી લોકોમાં અને તંત્ર જાગૃતતા આવી શકે અને નદી અને તેમાં વસતા જળજીવો બચી શકે.
