વર્ષ મા ગુજરાત ના શહીદ થયેલા જવાનો ને શત શત નમન, આજ ના દિવસે ભાવ પુર્ણ શ્રધાંજલી! ઓમ શાંતિ
પોતાના જીવની પરવહા કર્યા વગર અને પરિવારની ચિંતા કર્યા વગર આપણા જવાનો આપણી રક્ષા માટે ફરજ પર હાજર રહે છે જેના કારણે આપણે આજે સ્વતંત્રતા દિવસ ની ઊજવણી કરી રહયા છીએ ત્યારે મા ભોમ માટે શહીદ થયેલા જવાનો ને આજે યાદ કરવા જરુરી છે. સાબરકાંઠાથી ના જ BSF માં ફરજ બજાવી રહેલા ભરતભાઈ રબારી પોતાની ફરજ બજાવતા દેશ માટે શહીદ થઇ ગયા હતા..સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકા ના અંબાઇગઢા ગામના રહેવાસી હતા.
ભાવનગર શહેરથી નજીકના મોટાખોખરા ગામે રહેતા અને છેલ્લા ઘણાં વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા માં ભારતીના વિર જવાન મીલીટ્રીમેન પરેશભાઇ નાથાણી નું થોડા દિવસ અગાવ ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો વતની અને ચાર વર્ષથી ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો કુલદીપ થડોદા નામનો નેવીનો જવાન INS બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતો હતા ગયાં મહીને જ તેવો પોરબંદરથી મુંબઈ તરફ શીપ જઈ રહ્યું હતું ત્યારે શીપનું એન્જિન રડાર ચાલુ કરતી સમયે શીપના અંડર ડોરમાં કોઈ કારણોસર કુલદીપનો પગ લપસી જતા એન્જિનના રડારના ચક્કરમાં આવી જતા બંને પગમાં ઈજા પહોંચી હતી. તેને તાત્કાલીક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન કુલદીપે અંતિમ શ્વાસ લીધા હતા. ભગવાન વીર શહીદને આત્મને શાંતિ આપે એજ પ્રાર્થના.
ગુજરાત ના સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા ના સરહદ પર ફરજ બજાવી રહેલા. તમુળ ઇડર તાલુકાના ગાંઠીયોલ ગામના બીએસએફમાં ફરજ બજાવતા જવાન જયદીપસિંહ દિલીપસિંહ જેતાવતનું પશ્ચિમ બંગાળમાં ફરજ દરમિયાન આકસ્મીક નિધન થયુ હતુ. શહિદ જયદીપસિંહ ના આત્મા ને શાંતિ આપે.
તારીખ 13 જુન ના રોજ વડગામના મેમદપુરા ગામના આર્મી જવાન શહીદ થયા છે. જવાન જશવંતસિંહ રાઠોડ ફરજ દરમિયાન શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરના પીંછવાડામાં ભેખડ ધસી પડતા આર્મી જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઉપરાંત દરેક શહિદ થયેલા જવાનો ને આજ ના ખાસ દિવસે ભાવ પુર્ણ શ્રધાંજલી પાઠવવા મા આવે છે ઓમ શાંતિ
