સાથે જન્મેલા ભાઈઓ ના સાથે જ મોત નિપજ્યા ! રાજકોટ ની ઘટના જાણી વિચાર મા પડી જશો
આજ ના સમય પણ ઘણી એવી ઘટના ઓ બને કે જે જાણી ને આપણે વિચારતા થઈ જવુ પડે ત્યારે એવી જ એક ઘટના સામે આવો છે જેમા જોડીયા જન્મેલા બે ભાઇઓ નુ મોત પણ સાથે જ થયુ છે. એક બાઇક પર ત્રણ લોકો સવાર થય ને જઈ રહ્યા હતા ત્યારે બાઇક નો અક્સમાત થતા જોડીયા ભાઈના મોત થયા હતા જ્યારે માતા હયાત નથી અને પિતા માનસિક રીતે દિવ્યાંગ હોવાથી પરીવાર વેર વિખેર થય ગયો છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગઈ કાલે રાત્રીના બાઈક પર ત્રણ સવારી જઈ રહેલ ત્રણ યુવાનો કે જેમનુ નામ બે જોડિયા ભાઈ મહેશ મનજી ચૌહાણ(ઉં. વ.25 ), મનોજ ધનજી ચૌહાણ (ઉં.વ.25 ) અને નગીન લાલજી ઢાંકેચા જામજોધપુર તાલુકાના ગોપથી તરસાઈ મુકામે ઢોલ વગાડવા જતા હતા. ત્યારે ઉપલેટાના ગણોદ અને વાડાસડા વચ્ચે પાછળથી આવતી કારના ડ્રાઈવરે જોરદાર ટક્કર મારતા ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ પહોચી હતી.
જેમા બા જોડિયા ભાઈઓ મનોજ અને મહેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાન નગીન ને ગંભીર ઈજા પહોચતા ઉપલેટા કોટેજ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો. જયા વાલ્મીકી સમાજ ના આગેવાનો દોડી આવ્યા હતા અને સાથે જન્મેલા ભાઈઓ ના સાથે મૃત્યુ થતા ઘેરા શોક ની લાગણી ફેલાઇ ગઇ હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.