Gujarat

સુરત: પિતા જ બાળક નો હ-ત્યારો નીકળ્યો ! ફોટો પાડવા ના બહાને તાપી નદી મા ફેકી દીધો હતો

સુરત શહેર અના રાજ્ય મા સતત હત્યા ના અને આત્મહત્યા ના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરત મા ફરી એક ચકચારી ઘટના બની છે જેમા એક પિતાએ જ પોતાનાં માસુમ બાળક ને મોત ને ઘાટ ઉતાર્યો છે. આ ઘટના ગત 31 ઓકટોબર ના રોજ બની હતી જેમા પિતા એ પોતાના બાળક ને તાપી નદી મા ફેકી દીધો હતો.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગત રવિવારે સઇદ શેખ માસુમ પુત્ર જાકિરને લઈ મક્કાઈ પૂલ પર ફરવા ગયા હતા. જયા બાળક ને ફોટો પાડવાના બહાને તાપી મા ફેકી દીધો હતો જયારે બાળક ના મોત ને અકસ્માત મા ખપાવી દેવાનો પ્રયાસ તેના પિતા દ્વારા કરવામા આવ્યો હતો. જયારે આ ઘટના પગલે ફાયર બ્રિગેડ ની ટીમ બચાવ કામગીરી કરી હતી. બાળકનો મૃતદેહ 48 કાલાંક બાદ મધરાત્રે શીતલ ચાર રસ્તા પાસેની નદી કિનારેથી મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી.

આવી રીતે પિતા ની નજર સામે બાળક કેવી રીતે તાપી મા પડી જાય એ એક શંકા નો વિષય હતો જયારે પોલીસ તપાસ મા સામે આવ્યુ હતુ કે પિતા શેખ ને તેની પત્ની સાથે છેલ્લા ઘણા સમય થી ઘર કંકાસ ચાલતો હતો. પતિ અને પત્ની બન્ને અલગ અલગ રહેતા હતા અને પુત્ર જાકીર તેની માતા પાસે મહારાષ્ટ્ર મા જ રહેતો હતો અને હાલ તેવો સુરત શાળા નુ LC કાઢવા માટે આવ્યાછે હતા. બાળક પિતા ને એવુ લાગતુ હતુ કે ફરી બાળક તેની પાસે નહી આવે તેથી ફરવા લઈ જવાને બહાને તાપી નદી પાસે લઈ ગયો હતો અને ફોટો પાડવાના બહાને મોકો મળતા બાળક ને નદી મા નાખી દિધો હતો.

પોલીસે ને પહેલા થી જ બાળક ના પિતા પર શંકા હતી અને તેને પોલીસે કડક પુછપરછ કરતા હત્યારો પિતા ભાંગી પડ્યો હતો અને હત્યા અંગે ની કબુલાત કરી હતી. બાળક ના પિતા શેખ વિરુધ્ધ અગાવ પણ પોલીસ ફરીયાદ નોંધાઈ ચુકી છે. જેમા દોઢ વર્ષ પહેલા બાળક ને ત્રીજા માળેથી ફેકી દીધો હતો જેમા બાળક સાડી ના ઢગલા પર પડતા બચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!