અધૂરા માસે જન્મેલ પાંચ મહીનાની બાળકી 125 દિવસ સુધી મોત સામે લડી.
કહેવાય છે ને કે, રામ રાખે એને કોણ ચાખે! જે વ્યક્તિનું જીવવાનું લખ્યું જ હોય છે એ વ્યક્તિ તો ફરી મુત્યુલોકમાંથી પાછો આવી શકે છે. આજે આપણે એક એવા જ બાળકની વાત કરવાની છે જેમે મોતને માત આપી છે. આપણે સૌ કોઇ જાણીએ છે કે, કોરોનાકાળમાં અનેક લોકો પોતાના જીવ ગુમવ્યા છે અને પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે ચાલો માત્ર પાંચ મહિનાનું બાળક 175 દિવસ દૂધી મોત ઝઝુમી રહ્યું હતું.
વાત જાણે એમ છે કે, જામનગરમાં આયુષ નવજાતશિશુ કેર સેન્ટરને મોટી સફળતા મળી છે. ગર્ભમાંથી અધૂરા માસે જન્મ પામેલી એક બાળકીનું વજન માત્ર પાંચસો પંચોતેર ગ્રામ હતું. આ બાળકી 79 જેટલા લાંબા દિવસ સુધી વેન્ટિલેટર પર તથા એનઆઈસીયુમાં 125 દિવસ સુધી રહી હતી અને તેને નવજીવન મળ્યું છે.
સગર્ભાવસ્થાના 25 અઠવાડિયે જન્મ પામેલી 575 ગ્રામ વજન ધરાવતી બાળકીની 125 દિવસની લાંબી સફર બાદ તેમનું વજન 2200 ગ્રામ જેટલું વધી ગયું હતું.બાળકને ફેફસાંની તકલીફ, હૃદયની નળી ખુલી રહેવી, આંતરડાની તકલીફ, શ્વાસ ફુલવી, ચેપ લાગવો, મગજનો યોગ્ય વિકાસ થવો, આંખનો વિકાસ, લોહીના આવશ્યક તત્વોમાં ફેરફાર તેમજ ઉણપ વિગેરે ડોક્ટર માટે અત્યંત પડકાર સ્વરૂપ હતી
અતિ આધુનિક ટેકનોલોજી તથા મશીનરી ધરાવતી આયુષ હોસ્પિટલની સમગ્ર ટીમે આ પડકારને હરાવી અનેક મોટી સફળતા હાથ ધરી છે. કોરોનાના કપરા કાળમાં જેમાં દર્દીઓ પાંચ 15 કે 20 દિવસ વેન્ટિલેટર પર રહેતા હોય છે. ત્યાં આ નાનકડું બાળપુષ્પ 79 દિવસ સુધી વેન્ટીલેટર પર રહી મોતને માત આપી અને ખરેખર સૌ આ ચમત્કાર ગણ્યો છે! ડોકટરનો પણ આભાર ગણીએ કે તેને એક જીવને બચાવ્યો.