અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રકમાં ઇકો ઘૂસી , ત્રણ ના મોત
કોરોના ના ગાઇડલાઇન મા છુટ મળવાની સાથે જ ગુજરાત મા હાઈ વે પર અકસ્માતો ખુબ વધી રહ્યા છે હજી આણંદ થયેલા અકસ્માત ને ભુલી નથી શક્યા ત્યાર ફરી એક મોટા અકસ્માત ના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે આજે આ મોટો અકસ્માત થયો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર આજે બપોરે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે બંધ ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની અંદર સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક યુવતી નુ માથું ધડ થી અલગ થય ગયુ હતુ અને ઘટના સ્થળ પર જ 3 જણા ના કરુણ મોત નીપજ્યા હતા.