Gujarat

અમેરિકામાં રહેતા ભક્તે માતાજીના સુવર્ણ શિખર માટે 48 લાખ રૂ.નું 1 કિલો સોનું દાનમાં આપ્યું.

આપણા હિન્દૂ ધર્મમાં દાનનું ખૂબ જ મહત્વ છે અને આમ પણ કહેવાય છે ને કે, સુવર્ણદાન પણ ખૂબ જ મહત્વનું અમે ઉત્તમ દાન છે.આ દાન દરેક વ્યક્તિ નથી કરી શકતો પરતું જે લોકો કરી શકે છે, એનાં માટે તેમને અનેક ગણું પુણ્ય મળે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં અનેક સુવર્ણ મંદિર આવેલા છે જે અનેક ભકતોના દાન થી પરીપૂર્ણ થયા છે. ત્યારે આજે આપણે જાણીશું એક એવા ભક્ત વિશે જેમને અંબાજી મદિરના સુવર્ણ શિખર માટે 48 લાખનું એક કિલો સોનુ આપ્યું.

મા અંબાજીના મંદિરને સુવર્ણ થી મઢવા માટે અનેક લોકો પોતાની યથા શક્તિ મુજબ સુવર્ણ દાન કરતા હોય છે, ત્યારે હાલમાં જ આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે ચાવડાના જણાવ્યા અનુસાર, પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા મહેન્દ્રભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલ તરફથી 48 લાખની કિંમતનું એક કિલો સોનું સુવર્ણ શિખર માટે મંદિરમાં ભેટમાં મળ્યું છે.ખરેખર આ ભક્તોભાગ્યે જ મળે છે. જે ભગવાનની ભક્તિમાં બધું જ સમપર્ણ કરવા તૈયાર થઈ જાય છે.

માઈભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 140 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હજુ પણ દેશ વિદેશમા વસતા ગુજરાતીઓ માતાજી માટે દાન કરવા આતુર જ હોય છે.

સોનાનું દાન દેવાનું ચાલુ છે કારણ કે હજુ તો માર્ચ મહિનામાં પણ એક દાતાએ માતાજીના શિખર માટે 1 કિલો 100 ગ્રામ સોનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને દાન કર્યું હતું.માતાજી પ્રત્યે સૌની આસ્થા અતુટ છે અને માતાજી તમામ ભક્તોની ઇચ્છાને પરિપૂર્ણ કરે છે, ત્યારે તમામ ભક્તો મતાજી ને વધવા ખોબલે ને ખોબલે દાન દઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!